નાખી દેવાના ભાવે હીરા વેચી રહ્યું છે ઝિમ્બાબ્વે

13 November, 2012 06:02 AM IST  | 

નાખી દેવાના ભાવે હીરા વેચી રહ્યું છે ઝિમ્બાબ્વે



ભારે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલું ઝિમ્બાબ્વેએ સાવ નાખી દેવાના ભાવે ડાયમન્ડ વેચવાનું શરૂ કર્યું છે. તેલ અવિવસ્થિત ટેસી લિમિટેડ નામની ડાયમન્ડ કન્સલ્ટિંગ સર્વિસ કંપનીના પ્રમુખ કૈમ એવન ઝોહરે કહ્યું હતું કે ડામાડોળ રાજકીય વ્યવસ્થા અને અશાંતિને કારણે અત્યારે પશ્ચિમી દેશોના મોટા ભાગના ખરીદદારોએ ઝિમ્બાબ્વે પાસેથી હીરા ખરીદવાનું બંધ કરી દીધું છે. આ સ્થિતિમાં હવે ઝિમ્બાબ્વે ગ્રાહકોની તંગીનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં ઝિમ્બાબ્વે ૨૫ ટકા ઓછા ભાવે ડાયમન્ડ વેચવાનું શરૂ કર્યું છે.

ઝિમ્બાબ્વેના પૂર્વમાં આવેલી મારાન્જે હીરાની ખાણોમાં ગેરકાયદે તત્વોને દૂર રાખવા માટે સૈન્ય તહેનાત કરવામાં આવી હતી. હજી પણ અનેક ખાણો અત્યારે માફિયાના હાથમાં છે. ઝિમ્બાબ્વેના ડાયમન્ડ સેક્ટર પર શ્રમ અને માનવ અધિકારના કાયદાઓનો ભંગના આક્ષેપો થઈ રહ્યા છે. જેને પગલે ડાયમન્ડ સેક્ટરનું નિયમન કરતી સંસ્થા કિમ્બર્લે પ્રોેસેસે ઝિમ્બાબ્વેમાં ડાયમન્ડની નિકાસ પર બૅન મૂકી દીધો હતો. બાદમાં સરકારે સૈન્યને ખસેડવાનું જણાવતાં પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો. જોકે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબેની પાર્ટી ડાયમન્ડ માફિયાઓ સાથે સંકળાયેલી છે અને સૈન્યના સિનિયર અધિકારીઓને પણ નાણાકીય ફાયદો થઈ રહ્યો છે.