ફિશિંગ બોટના કેપ્ટનને કિમ જોંગે ગોળી મરાવી દીધી, જાણો કેમ?

20 December, 2020 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિશિંગ બોટના કેપ્ટનને કિમ જોંગે ગોળી મરાવી દીધી, જાણો કેમ?

તસવીર સૌજન્યઃ જાગરણ

ઉત્તર કોરિયાના ધૂની તાનાશાહ કિમ જોંગ અવાર નવાર નાના-નાના કારણોસર મોતની સજા સંભળાવતો હોવાનો કિસ્સા પહેલા પણ બહાર આવી ચુક્યા છે.

એક ફિશિંગ બોટના કેપ્ટનને માત્ર એટલા માટે મોતની સજા આપવામાં આવી હતી કે, તેણે એક વિદેશી રેડિયો ચેનલ સાંભળી હતી.મીડિયા રિપોર્ટ પ્રમાણે કેપ્ટન છેલ્લા 15 વર્ષથી આ ચેનલ સાંભળતો હતો.જે ઉત્તર કોરિયામાંપ્રતિબંધિત છે.દરિયામાં માછલી પકડવા જતી વખતે તે પોતાના રેડિયો પર આ ચેનલ ટ્યુન કરતો હતો.

જોકે આ વાતની જાણ થયા બાદ કેપ્ટનને જાહેરમાં જ ગોળીઓ મારી દેવામાં આવી હતી.એવુ મનાય છે કે, આ કેપ્ટન પહેલા સેનામાં રેડિયો ઓપરેટર તરીકે કામ કરતો હતો.ચોઈ નામના કેપ્ટનને 100 કામદારોની સામે જ ગોળી મારવામાં આવી હતી.

ચોઈ નાનો સૂનો વ્યક્તિ નહોતો. તેની પાસે 50 જેટલા જહાજો છે.જોકે તેની રેડિયો સાંભળવાની આદત અંગે તેના જ કોઈ સ્ટાફે સરકારને જાણકારી આપી દેતા તેના નામે મોત લખાઈ ગયુ હતુ. ઉત્તર કોરિયામાં કયા રેડિયો સ્ટેશન સાંભળવા અને કયા નહીં સાંભળવા તેના પર આકરા નિયંત્રણો છે.સરકાર તેના પર સખ્ત નજર રાખે છે અને સાથે લોકો કયા સ્ટેશન સાંભળે છે તે રેકોર્ડ કરવામાં આવે છે.

kim jong-un