પોલીસે હાથ વડે રંગાયેલી લાઇસન્સ-પ્લેટ પકડી

27 March, 2021 01:15 PM IST  |  Ontario | Gujarati Mid-day Correspondent

એક નંબર-પ્લેટમાં ઑન્ટારિયો લખેલું લખાણ કોઈક કારણસર ભૂંસી નાખવામાં આવ્યું હતું

લાઇસન્સ-પ્લેટ

હાલમાં જ કૅનેડાના ઑન્ટારિયો પોલીસના ધ્યાનમાં સત્તાવાર માન્યતા ધરાવતી નંબર-પ્લેટથી જોજનો દૂર હોય એવી નંબર-પ્લેટ આવી હતી ક્રીએટિવિટી કે રચનાત્મકતા હોવી એ એક સારો ગુણ છે, પણ દરેક સ્થળે એનું પ્રદર્શન યોગ્ય નથી. હાલમાં જ કૅનેડાના ઑન્ટારિયો પોલીસના ધ્યાનમાં સત્તાવાર માન્યતા ધરાવતી નંબર-પ્લેટથી જોજનો દૂર હોય એવી નંબર-પ્લેટ આવી હતી. ઝીણવટપૂર્વક જોતાં આ નંબર-પ્લેટ હાથથી પેઇન્ટ કરવામાં આવી હોવાનું જણાયું હતું. હવે જો વાસ્તવમાં નંબર-પ્લેટ જાતે પેઇન્ટ કરવાનો શોખ હોય તો એમાં સ્પેલિંગની કે અન્ય ઊડીને આંખે વળગે એવી ભૂલો ન હોય એટલી કાળજી તો રાખી જ શકાય.

એક નંબર-પ્લેટમાં ઑન્ટારિયો લખેલું લખાણ કોઈક કારણસર ભૂંસી નાખવામાં આવ્યું હતું, તો વળી એક નંબર-પ્લેટ પર ‘લિવ ફ્રી ઑર ડાય’ લખ્યું હતું જેમાં સ્પેલિંગ-મિસ્ટેક હતી.  નેટિઝન્સે આ ક્રિએટિવિટીની ટીકા કરતાં આ નંબર-પ્લેટ ચોરીની હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.

offbeat news international news canada