લાહોરમાં લગ્ન સમયે કન્યાએ કાનના ઝૂમકા અને ટીકા તરીકે ટમેટાં પહેર્યાં

21 November, 2019 08:38 AM IST  |  Islamabad

લાહોરમાં લગ્ન સમયે કન્યાએ કાનના ઝૂમકા અને ટીકા તરીકે ટમેટાં પહેર્યાં

આ બહેને સજ્યાં ટામેટાંના શણગાર

પાકિસ્તાનમાં ટમેટાંનો ભાવ અત્યારે આસમાને છે. ૩૦૦ રૂપિયાના કિલોનો ભાવ હોવાથી પાકિસ્તાનવાસીઓ માટે ટમેટાં એ મોંઘીદાટ ચીજ બની ગઈ છે અને લોકો એની તુલના અમૂલ્ય ચીજો સાથે કરી રહ્યા છે. લાહોરમાં તો એક કન્યાએ પોતાની શાદીમાં ટમેટાંની માળા, ઝૂમકાં અને માગટીકાની જગ્યાએ ટમેટાં પહેર્યાં છે. આ બહેનની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં છે. દુલ્હન ટમેટાંના ઇયરરિંગ્સ પહેરીને બેઠેલી જોવા મળે છે. ઇન્ટરનેટ યુઝર્સ હવે પાકિસ્તાની મોંઘવારી અને પડતી અર્થવ્યવસ્થા માટે કમેન્ટ કરી રહ્યા છે. દુલ્હન ટમેટાંની માળા બતાવીને કહે છે કે અમારા માટે આ બહુ કિંમતી છે. દેશમાં ટમેટાં સોનાના ભાવ કરતાંય મોંઘા લાગી રહ્યા છે. બે મિનિટ અને વીસ સેકન્ડના આ વિડિયોને ૧૩ લાખ વ્યુઝ મળ્યા છે.