ધગધગતા જ્વાળામુખીના માથે બાંધ્યું દોરડું ને એના પર ચાલ્યો ડેરડેવિલ

06 March, 2020 07:42 AM IST  |  America

ધગધગતા જ્વાળામુખીના માથે બાંધ્યું દોરડું ને એના પર ચાલ્યો ડેરડેવિલ

ડેરડેવિલ

મધ્ય અમેરિકાના દેશ નિકારાગુઆના ‘મસાયો વૉલ્કેનો’ નામના જીવંત જ્વાળામુખીની ઉપરના ભાગમાં તંગ દોરડા પર ૧૮૦૦ ફુટ ચાલવાનું સાહસ ૪૧ વર્ષના નિક વલેન્દાએ કર્યું હતું. ફ્લાઇંગ વલેન્દાઝ ગ્રુપના સભ્ય નિક વલેન્દાએ વિશ્વના આઠ જ્વાળામુખીઓમાંથી એક ‘મસાયો’ રૂપી લાવારસના સરોવરના ૧૧૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાનમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં આ કામ પાર પાડ્યું હતું. લાવારસના સલ્ફર ડાયોક્સાઇડની ગંધ અને ગરમી વચ્ચે આ સાહસનું પ્રસારણ અમેરિકન બ્રૉડકાસ્ટિંગ કંપનીએ કર્યું હતું. નીકે ૧૬ મિનિટમાં અડધું એટલે કે ૯૦૦ ફુટનું અંતર પાર કરતી વખતે એકાદ ક્ષણનો બ્રેક લીધો ત્યારે ૬૦ ફુટ નીચેના દૃશ્યને તે સતત વિસ્મયકારી તરીકે વર્ણવતો હતો.

united states of america