વિમાનોના આ મ્યુઝિયમનો હવે છેલ્લો મહિનો

27 March, 2021 01:17 PM IST  |  Latvia | Gujarati Mid-day Correspondent

કોવિડ-19ની મહામારી પહેલાં આ મ્યુઝિયમ જોવા મહિને હજારો લોકો આવતા હતા

તસવીર: એ.એફ.પી.

લૅટ્વિયા દેશના રિગા શહેરમાં વિક્ટર ટૅલ્પા નામના ફ્લાઇટ એન્જિનિયરે વર્ષોથી એક પ્રાઇવેટ મ્યુઝિયમમાં અગાઉના સોવિયેત સંઘ દ્વારા બનાવાયેલાં ઍરો એલ-૧૩ બ્લૅનિક પ્રકારનાં વિમાન તથા એના છૂટા ભાગ એકિત્રત કરીને રાખ્યાં છે. કોવિડ-19ની મહામારી પહેલાં આ મ્યુઝિયમ જોવા મહિને હજારો લોકો આવતા હતા. જોકે રિગા ઍરપોર્ટનું હવે વિસ્તરણ થવાનું હોવાથી વિક્ટરે આ મહિનાના અંત સુધીમાં પોતાનું આ એવિયેશન મ્યુઝિયમ બંધ કરવું પડશે.

offbeat news international news