આ ભાઈએ પપ્પાએ દાયકાઓ પહેલાં વેચી દીધેલી કાર શોધી કાઢી

25 June, 2020 11:29 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

આ ભાઈએ પપ્પાએ દાયકાઓ પહેલાં વેચી દીધેલી કાર શોધી કાઢી

દાયકાઓ પહેલાં વેચી દીધેલી કાર શોધી કાઢી

પિતાની સ્મૃતિ અત્યંત કીમતી અને વહાલસોયી હોય છે એનાં ઉદાહરણો અને અનુભવો ડગલે ને પગલે મળે છે. જપાનના ઓક્લાહોમાના રહેવાસીએ પિતાની સ્મૃતિ તીવ્ર બનતાં તેમણે ત્રીસ વર્ષો પહેલાં વેચી દીધેલી ડૉજ ચૅલેન્જર કાર ક્યાં છે એની શોધ ચલાવી હતી અને એ કાર શોધી કાઢી હતી. ૧૯૮૮માં પિતા અવસાન પામ્યા ત્યારે બૉબી બોન્સાક આઠ વર્ષનો હતો. પિતાનો મોટરકારોનો શોખ તેને વારસામાં મળ્યો હતો. પિતાની પાસે જે મોટરકારો હતી એ બધી તેને ખૂબ પ્રિય છે. ૧૯૭૪માં ખરીદેલી ડૉજ ચૅલેન્જર સહિત કેટલીક બ્રૅન્ડ્સને બૉબી ખૂબ વહાલથી યાદ કરતો હતો. બૉબીએ જણાવ્યા પ્રમાણે તેના પપ્પા વિયેટનામમાં નોકરી કર્યા પછી અમેરિકામાં પરિવાર પાસે પાછા ફર્યા ત્યારે ઇલિનોઇના એક ડીલર પાસેથી ડૉજ ચૅલેન્જર કાર ખરીદી હતી, પરંતુ થોડાં વર્ષો બાદ કુટુંબની આર્થિક સ્થિતિ કથળતાં એ કાર વેચી દીધી હતી.

કાર વેચાઈ ત્યારે બૉબી સાવ નાનો બાળક હોવા છતાં તેને એ કારનાં દેખાવ-ડિઝાઇન વગેરે બરાબર યાદ હતાં. બૉબી પાસે કારના જૂના બિલમાં એનો વેહિકલ આઇડેન્ટિફિકેશન નંબર હતો. એ નંબરને આધારે ઑનલાઇન તપાસ કરતાં ડૉજ ચૅલેન્જર કાર સૅન ડિયેગોમાં વેચાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર પછી બૉબીએ એ કાર ખરીદવાની વ્યવસ્થા કરી હતી. કાર ઘરમાં પહોંચી ત્યાર પછી બૉબી આઠ કલાક ઊંઘી શક્યો નહોતો. ખુશીની એ લાગણીસભર સ્થિતિ લગભગ એક અઠવાડિયું બૉબી ભૂલી શક્યો નહોતો.

japan offbeat videos hatke news international news