વાઇરસનું વિઘ્ન: નવી જન્મેલી ટ્રિપ્લેટ્સને દાદા-દાદી ૧૨ મહિનાથી નથી મળી શક્યાં

27 March, 2021 01:10 PM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

ઘરમાં એકસાથે ત્રણ હમશકલ કન્યાઓના આગમનથી ખુશી સાથે થ્રિલિંગ ઍટમૉસ્ફિયર હતું

નવી જન્મેલી ટ્રિપ્લેટ્સ

મૂળ સાઉથ આફ્રિકાના વતની અને હાલમાં બ્રિટનની સરે કાઉન્ટી સ્થિત વૉલ્ટન ઑન થેમ્સ ખાતે રહેતા ચેરિસ અને ડેવના પરિવારમાં ગયા વર્ષે ‘ત્રિદેવી’નું આગમન થયું હતું. ઘરમાં એકસાથે ત્રણ હમશકલ કન્યાઓના આગમનથી ખુશી સાથે થ્રિલિંગ ઍટમૉસ્ફિયર હતું. ગયા વર્ષની ૨૧ એપ્રિલે હાર્લે, ક્લો અને લેસીનો જન્મ થતાં પરિવારના સભ્યોની સંખ્યા ૭ થઈ હતી, કારણ કે ચેરિસ અને ડેવને બે મોટા પુત્રો સ્લોન અને ટ્રોય હતા જ અને એમાં આ ટ્રિપ્લેટ્સનો ઉમેરો થયો હતો.

ગયા વર્ષે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં કોરોના વાઇરસના ફેલાવાને પગલે લૉકડાઉન લાગુ થયા પછી એ ત્રણેય નવજાત ટ્રિપ્લેટ્સને તેમનાં મમ્મી-પપ્પા તેમનાં દાદા-દાદી પાસે નથી લઈ જઈ શક્યાં. હમણાં તો દાદા-દાદી માટે ફક્ત સ્કાઇપ પર ટ્રિપ્લેટ્સ પૌત્રીઓને નિહાળીને ખુશ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, કારણ કે કોરોનાની બીજી લહેર હોવાથી દાદા-દાદી જુલાઈ સુધી ત્રણેય બાળકીઓને મળી શકે એમ નથી.

offbeat news international news south africa