અમેરિકાનો ફાયર ફૉલ વિડિયો વાઇરલઃ 2 દિવસમાં ત્રીસ લાખથી વધારે લોકોએ જોયો

22 January, 2020 09:22 AM IST  |  America

અમેરિકાનો ફાયર ફૉલ વિડિયો વાઇરલઃ 2 દિવસમાં ત્રીસ લાખથી વધારે લોકોએ જોયો

ફાયર ફૉલ

કૅલિફૉર્નિયાના યોસેમાઇટ નૅશનલ પાર્કમાં બનાવવામાં આવેલો લોકોના શ્વાસ અધ્ધર કરતો વિડિયો રવિવારે એક સોશ્યલ મીડિયા યુઝરે શૅર કર્યો હતો. સૂર્યનું કિરણ પડતાં અગનગોળા જેવું દેખાતું હોય એવું દૃશ્ય વિડિયોમાં ઝડપાયું છે. કૅલિફૉર્નિયાના એક ખડક પાસે સૂર્યકિરણને લીધે અગનઝાળ પેદા થતી હોવાનું દૃશ્ય વર્ષમાં બે વખત સર્જાય છે. 

આ પણ વાંચો : શ્રીનગરના યુવકની સ્નો કાર વાઇરલ

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‍‍વિટર પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં આગનો ગોળો ખડક પરથી ૨૦૦૦ ફુટ નીચે પડતો હોય એવું દૃશ્ય સર્જાય છે.

united states of america international news