23 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો વિક્રમ સરજ્યો આ નેપાલી શેરપાએ

16 May, 2019 09:44 AM IST  |  નેપાલ

23 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો વિક્રમ સરજ્યો આ નેપાલી શેરપાએ

કામી રિતા શેરપા

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ. જો એક વાર પણ એને સર કરવામાં આવે તોય એ મહાન કારનામું ગણાય. જોકે નેપાલના ૪૯ વર્ષના કામી રિતા શેરપાએ વિશ્વના સૌથી ઊંચા શિખરને ૨૩ વખત સર કરી લીધું છે. ધ હિમાલયન ટાઇમ્સના રિપોર્ટ મુજબ હજી ગયા વર્ષે જ કામી રિતા શેરપાએ બાવીસ વાર એવરેસ્ટ ચડીને રેકૉર્ડ બનાવ્યો હતો. ગઈ કાલે ફરી એક વાર આ જાંબાઝ અન્ય શેરપાઓની સાથે ૮૮૫૦ મીટર ઊંચા શિખરને વધુ એક વાર નેપાળ સાઇડથી આંબી આવ્યા હતા. સવારે ૭.૫૦ કલાકે તેમણે માઉન્ટ એવરેસ્ટને સૌથી વધુ વાર સર કરવાનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. કામી રિતા સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના રહેવાસી છે.

આ પણ વાંચો : ફર્નિચર તાપમાં મૂકવાની સજા રૂપે માલિકે કામવાળીને તાપમાં ઝાડ સાથે બાંધી

૨૦૧૭માં તેઓ ૨૧ વાર એવરેસ્ટ ચડનારી ત્રીજી વ્યક્તિ બન્યા હતા. આ પહેલાં અપા શેરપા અને ફુરબા તાશી શેરપા આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યા હતા. જોકે ગયા વર્ષે કામી રિતાએ બાવીસ વાર શિખર સર કરીને નવો રેકૉર્ડ બનાવ્યો હતો અને આ વર્ષે ફરીથી પોતાના જ કીર્તિમાનને વધુ ઊંચો બનાવ્યો હતો.

nepal mount everest