વિશ્વભરમાં અત્યાર સુધી 55.88 લાખ કોરોના દર્દીઓ, 3.48 લાખનાં મોત

27 May, 2020 10:16 AM IST  |  New York | Agencies

વિશ્વભરમાં અત્યાર સુધી 55.88 લાખ કોરોના દર્દીઓ, 3.48 લાખનાં મોત

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના મહામારીના અંદાજે ૫૫.૮૮ લાખથી વધારે દર્દીઓ નોંધાયા છે. ૩.૪૮ લાખ લોકોનાં મોત થયાં છે અને ૨૩.૬૬ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. તો બીજી તરફ સુપર પાવર અમેરિકામાં કોરોના મૃત્યુ આંક એક લાખની નજીક પહોંચવામાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મહામારીના સમયે ગોલ્ફ રમત રમવાની બાબતે પોતાનો બચાવ પણ કર્યો હતો.

અમેરિકામાં કોરોનાના ૧૭ લાખ ૬ હજાર ૨૨૬ કેસ નોંધાયા છે. ૯૯,૮૦૫ લોકોનાં મોત થયાં છે. ૪.૬૫ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં દૈનિક મૃત્યુ આંકમાં ઘટાડો થઈ રહ્યો છે. જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ સોમવારે અહીં ૫૩૨ લોકોનાં મોત થયાં છે અને એક દિવસમાં ૧૯ હજાર નવા કેસ સામે આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગોલ્ફ રમવાને લઈને પોતાનો બચાવ કર્યો છે. મીડિયા દ્વારા કરવામાં આવેલા કવરેજ સામે તેણે ટ્વીટ કરીને કહ્યું કે બહાર નીકળવા માટે અને થોડી કસરત કરવા માટે સપ્તાહના અંતે હું ગોલ્ફ રમું છું. બનાવટી અને ભ્રષ્ટાચારી ન્યુઝે તેને એવી રીતે જોયું કે જાણે આ પાપ છે. મીડિયાને એ કેમ દેખાતું નથી કે ત્રણ મહિના પછી હું ગોલ્ફ રમ્યો છું. જો હું ત્રણ વર્ષ પછી પણ ગોલ્ફ રમત તો પણ તેઓ આ રીતે જ તેની નોંધ લેત. દરમ્યાન સ્પેનની સરકારે વિદેશી પ્રવાસીઓને જુલાઈ મહિનાથી દેશમાં આવવાની પરવાનગી આપી દીધી છે અને આ પ્રવાસીઓને હવે ૧૪ દિવસ ક્વૉરન્ટીન નહીં કરાય. સ્પેનમાં દર વર્ષે ૮ કરોડ પ્રવાસીઓ આવે છે. સ્પેનમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખ કેસ નોંધાયા છે અને ૨૬ હજાર લોકોનાં મોત થયાં છે, જે સ્પેન આવતાં મુલાકાતીઓ માટે રાહત સમાન છે.

new york united states of america coronavirus covid19 lockdown international news