રશિયામાં ન્યુક્લિયર બૉમ્બર ક્રૅશ

17 June, 2026 08:55 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

સાઇબીરિયામાં તાલીમ કવાયત દરમ્યાન થયો અકસ્માત, ચારેય ક્રૂ-સભ્યો વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળી ગયા હતા

અમેરિકાના કૅલિફૉર્નિયામાં પરમાણુ સક્ષમ B-52 બૉમ્બર ક્રૅશ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં પરમાણુ સક્ષમ B-52 બૉમ્બર ક્રૅશ થયાના થોડા કલાકો પછી સાઇબીરિયાના ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં એક રશિયન Tu-22M3 સ્ટ્રૅટેજિક બૉમ્બર ક્રૅશ થયું હતું. એક વિડિયોમાં Tu-22M3 જમીન પર નીચે ઊતરતું દેખાય છે કારણ કે એ ધીમે-ધીમે ઊડતું દેખાતું હતું. એ પછી ક્રૅશ-સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા.

આ સંદર્ભમાં રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘સોમવારે સાઇબીરિયાના ઇર્કુત્સ્ક ક્ષેત્રમાં તાલીમ ઉડાન દરમ્યાન Tu-22M3 વ્યૂહાત્મક બૉમ્બર ક્રૅશ થયું હતું. વિમાનના ૪ ક્રૂ-સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પાઇલટોને નજીવી ઈજાઓ સાથે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો નથી.’

પરમાણુ શસ્ત્રોના પરિવહન માટે બનેલું ૮૦૦ કરોડનું B-52 બૉમ્બર વિમાન અમેરિકામાં ક્રૅશ, ૮ જણનાં મોત

કૅલિફૉર્નિયાના એડવર્ડ‍્સ ઍરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યા પછી તરત જ પરમાણુ શસ્ત્રોના પરિવહન માટે બનાવવામાં આવેલું એક B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ બૉમ્બર વિમાન ક્રૅશ થયું હતું. એક વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે ક્રૅશ પછી વિમાનમાં કોઈ બચ્યું નહોતું, કારણ કે એમાં આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ૧૯૫૫થી કાર્યરત ૮૦૦ કરોડ રૂપિયાનું આ વિમાન નિયમિત પરીક્ષણ મિશન પર હતું.

એડવર્ડ‍્સ ઍરફોર્સ બેઝના સોશ્યલ મીડિયા સ્ટેટમેન્ટ અનુસાર B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ ગઈ કાલે સવારે ૧૧.૨૦ વાગ્યે ટેકઑફ કર્યા પછી તરત જ ક્રૅશ થયું હતું. ઇમર્જન્સી ક્રૂ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બચાવકામગીરી હાથ ધરી હતી. ઑનલાઇન ફરતા વિડિયોમાં બેઝની નજીકના રણના લૅન્ડસ્કેપમાંથી ધુમાડાના મોટા ગોટા નીકળતા જોવા મળ્યા હતા.

international news world news california united states of america russia plane crash