કમ્પ્યુટરની જેમ કૉન્ટૅક્ટ લેન્સ પર ઈ-મેઇલ વંચાશે

23 November, 2011 06:05 AM IST  | 

કમ્પ્યુટરની જેમ કૉન્ટૅક્ટ લેન્સ પર ઈ-મેઇલ વંચાશે



અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટી અને ફિનલૅન્ડની આલ્ટો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કમ્પ્યુટરાઇઝ્ડ કૉન્ટૅક્ટ લેન્સ વિકસાવી જીવંત આંખો પર એનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ દરમ્યાન આંખ પર એક પણ પ્રકારની માઠી અસર જોવા મળી નહોતી. જોકે આ કૉન્ટૅક્ટ લેન્સ માત્ર સિંગલ પિક્સેલનું રેઝોલ્યુશન ધરાવે છે, પરંતુ આવા સેંકડો પિક્સેલ્સવાળા કૉન્ટૅક્ટ લેન્સ વિકસાવવાથી એના પર ઈ-મેઇલ અને ટેક્સ્ટ-મેસેજ વાંચી શકાશે. આ રિસર્ચ ‘માઇક્રોમેકૅનિક્સ ઍન્ડ માઇક્રો એન્જિનિયરિંગ’ નામની જર્નલમાં પ્રસિદ્ધ થયું હતું.

કમ્પ્યુટર પર દેખાતી વિડિયો-માહિતી આ કૉન્ટેક્ટ લૅન્સ પર જોઈ શકાશે. આ ઉપરાંત ગેમ રમવા માટે તથા નેવિગેશન સિસ્ટમ માટે પણ એનો ઉપયોગ કરી શકાશે.

શરીરમાં ગ્લુકોઝના પ્રમાણમાં થતા ફેરફારની અપ-ટુ-ડેટ માહિતી આ કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી મેળવી શકાશે. આ ઉપયોગિતા મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.