હવે માત્ર ૫ મિનિટમાં જાણવા મળશે કે કોઇને કોરોનાનો ચેપ છે કે નહીં

29 March, 2020 06:23 PM IST  |  Mumbai Desk | GNS

હવે માત્ર ૫ મિનિટમાં જાણવા મળશે કે કોઇને કોરોનાનો ચેપ છે કે નહીં

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસથી ઉભી થયેલી કટોકટીના સંજોગોમાં સારા સમાચાર છે. અમેરિકાની એક પ્રયોગશાળાએ કોરોના વાયરસ માટે એક ટેસ્ટ કીટ વિકસાવી છે, તે કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો છે કે નહીં તે માત્ર પાંચ મિનિટમાં જણાવી શકે છે. વિશેષ બાબત એ છે કે તે એટલી હલકી અને નાની કીટ છે કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી ખૂબ જ સરળ છે.

એબોટ લેબોરેટરીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ તેને આગામી સપ્તાહ સુંધીમાં વહેલી તકે આરોગ્ય સંભાળ પ્રદાતાઓને આપવા માટે તાત્કાલીક મંજૂરી આપી દીધી છે.
શુક્રવારે પ્રેસને અપાયેલા નિવેદનમાં કંપનીએ જણાવ્યું છે કે મોલેક્યુલર ટેકનોલોજી પર આધારિત આ તપાસમાં કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો છે કે નહીં તે માત્ર ૧૩ મિનિટમાં જાણવા મળી જશે.
કંપનીના ચેરમેન અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબર્ટ ફોર્ડે જણાવ્યું કે, “કોવિડ -૧૯ વૈશ્વિક રોગચાળા સામે વિવિધ મોરચા પર લડવામાં આવશે અને એક પોર્ટેબલ ટેસ્ટથી આ વાયરસ સામે લડવા માટે ડાયગ્નોસ્ટિક સોલ્યુશન પ્રદાન કરશે.”.
ફોર્ડે જણાવ્યું હતું કે આ ટેસ્ટ કીટ નાની હોવાનો અર્થ એ છે કે તે હોસ્પિટલોની બહાર લઇ જઇ શકાય છે જ્યાં ઘણાં કોવિડ -૧૯ કેસ છે.

international news covid19 coronavirus