અમેરિકાના અર્થતંત્રને પાટા પર લાવનાર બે અર્થશાસ્ત્રીઓને નોબેલ પુરસ્કાર

11 October, 2011 08:53 PM IST  | 

અમેરિકાના અર્થતંત્રને પાટા પર લાવનાર બે અર્થશાસ્ત્રીઓને નોબેલ પુરસ્કાર

 

મૅક્રો-ઇકૉનૉમી પર થતી કાર્ય-કારણના સંબંધની અસર વિશે સંશોધન કરવાને કારણે તેમના પર પસંદગી ઉતારવામાં આવી છે. આ સંશોધને વિશ્વની અનેક સરકારો તથા મધ્યવર્તી બૅન્કોને આર્થિક કટોકટી સામે લડવામાં મદદ કરી છે.

આલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવતા નોબેલ પ્રાઇઝ અંતર્ગત ઇકૉનૉમિક્સ માટેનો અવૉર્ડ આપવાની શરૂઆત ૧૯૬૮થી કરવામાં આવી હતી. આ અવૉર્ડનું નામ સ્વેરિજિસ રિક્સબૅન્ક પ્રાઇઝ છે. નોબેલ પ્રાઇઝ જુદાં-જુદાં છ ક્ષેત્રો માટે આપવામાં આવે છે. એમાંથી ગઈ કાલે જાહેર કરવામાં આવેલું પ્રાઇઝ સૌથી છેલ્લું હતું.