ટ્રમ્પ 15 ઓક્ટોબરની વર્ચ્યુંઅલ પ્રેસિડેંન્સિયલ ડિબેટમાં ભાગ નહીં લે

08 October, 2020 08:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રમ્પ 15 ઓક્ટોબરની વર્ચ્યુંઅલ પ્રેસિડેંન્સિયલ ડિબેટમાં ભાગ નહીં લે

ફાઈલ તસવીર

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કોવિડ-19ને રોકવા માટે ડિબેટ વર્ચ્યુંઅલ કરાવવામાં આવશે તો ડેમોક્રેટીક પાર્ટીનાં ઉમેદવાર જો બિડેનનાં સાથે તે ડિબેટમાં ભાગ લેશે નહીં.

તેમણે ગુરૂવારે ફોક્સ બિઝનેશને ટેલિફોન દ્વારા આપેલા એક ઇન્ટર્વ્યું દરમિયાન કહ્યું નહીં હું વર્ચ્યુંઅલી ડિબેટમાં પોતાનો સમય બરબાદ કરીશ નહીં.

પ્રેસિડેન્સિયલ ડિબેટ્સ પર કમિશને આ પહેલા એક ઘોષણા કરી હતી કે 15 ઓક્ટોબરે ત્રણ પ્રેસિડેન્સિયલ ડિબેટ્સ પૈકીની બીજી મિયામીમાં યોજાશે, જ્યાં દુર-દુરથી આવેલા લોકો ભાગ લેશે, કમિશને એક નિવેદનમાં કહ્યું આ નિર્ણય તેમાં સામેલ લોકોનાં આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, છેલ્લા સપ્તાહનાં અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19 સંક્રમિત હોવાના પગલે વર્ચ્યુએલ ડિબેટ્સ પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

બિડેન અને ટ્રમ્પ કેમ્પેઇન દ્રારા તેમના આ ટિપ્પણી માટે કરાયેલા અનુરોધ છતા કોઇ પ્રતિક્રિયા મળી શકી નથી, ટ્રમ્પ શિડ્યુએલ ડિબેટનાં બે સપ્તાહ પહેલા 1 ઓક્ટોબરનાં દિવસે કોરોના પોઝિટિવ થયા હતા, તેમને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાંથી સોમવારે તે વ્હાઇટ હાઉસ પરત ફર્યા છે.

પ્રમુખનાં ડોક્ટરએ કહ્યું કે તેમની તબિયત સારી છે. પરંતું સોમવાર બાદ આં અંગે કાઇ પણ જણાવવાનો ઇન્કાર કર્યો, જેમ કે ટ્રમ્પ ક્યારે છેલ્લે નેગેટીવ જણાયા, અને વાસ્તવમાં ક્યારે બિમાર પડ્યા અને શું હજું પણ તેમને ડેક્સામૈથાસોની, સ્ટીરોઇડ આપવામાં આવી રહ્યા છે.

donald trump international news united states of america us elections