આ દેશમાં કોરોના વાઈરસથી એક પણ મૃત્યુ નહીં, અમેરિકા પણ આશ્ચર્યમાં

26 April, 2020 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દેશમાં કોરોના વાઈરસથી એક પણ મૃત્યુ નહીં, અમેરિકા પણ આશ્ચર્યમાં

પ્રતીકાત્મક તસવીર

આખી વિશ્વમાં ચીનમાંથી કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે અને દુનિયાના મોટાભાગના દેશોમાં લોકો તેનાથી બીમાર પડ્યા છે તથા મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. સાથે જ આ વાઈરસથી બચવા લોકો ઘણા પ્રયોગો કરી રહ્યા છે અને આ વાઈરસને જોતા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે.

આમ છતા ચીનનો પાડોશી એક દેશ એવો છે જ્યાં હજી સુધી કોરોના વાઈરસથી એક પણ વ્યક્તિનું મોત થયુ નથી. આ દેશ વિયેતનામ છે. વિયેતનામમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાવ ઓછી છે. અહીં એક પણ વ્યક્તિ મોતને ભેટી નથી. અત્યાર સુધી 270 જ કોરોના કેસ સામે આવ્યા છે.

આ વાત જાણ્યા પછી અમેરિકાને ઘણો આશ્ચર્ય થયો છે અને અમેરિકાએ પોતાની રીતે આ દેશમાં તપાસ કરાવી હતી. પહેલા અમેરિકાને એવું લાગ્યું કે વિયેતનામની સરકાર ખોટુ બોલી રહી છે. પરંતુ જ્યારે તપાસમાં પણ જે પરિણામ આવ્યા છે તે પછી અમેરિકાની હેરાની વધી ગઈ છે.

થોડા સમય પહેલા વિયેતનામની રાજધાની હનોઈના 20000 લોકોની કોરોના વાઈરસની તપાસ કરવામાં આવી હતી, પણ તમામ પરિણામો નેગેટિવ આવ્યા હતા. જેથી વિયેટનામ ખોટુ બોલી રહ્યુ હોવાની શંકા પણ અમેરિકાની દૂર થઈ ગઈ છે. વિયેતનામની પોતાની હેલ્થ સિસ્ટમ એટલી સારી નથી. તો પણ આ દેશ અમેરિકાની મદદ કરી રહ્યો છે. વિયેતનામ સરકારે PPE કિટ પણ અમેરિકાને મોકલાવી છે. જેથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિયેતનામનો આભાર પણ માન્યો છે.

china vietnam united states of america coronavirus international news covid19