ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ કૉમામાં છે : બહેન સંભાળશે કમાન

25 August, 2020 11:18 AM IST  |  Seoul | Agencies

ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ કૉમામાં છે : બહેન સંભાળશે કમાન

કિમ જોંગ ઉન

નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન કૉમામાં છે. હાલમાં દેશની કમાન તેમની બહેન કિમ યો જોંગ સંભાળી રહ્યાં છે. આ દાવો દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ઑફિસર ચાંગ સોંગ મિને કર્યો છે. મિન દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ દેઈ જુંગના સ્પેશ્યલ અસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. મિનના જણાવ્યા પ્રમાણે, કિમ જોંગ ગંભીર રીતે બીમાર છે. જોકે બીમારી શું છે એ વિશે હજી ચોક્કસ કોઈ માહિતી આપવામાં આવી નથી. એક મહિના પહેલાં પણ કિમ ગંભીર રીતે બીમાર હોવાના ન્યુઝ આવ્યા હતા, પરંતુ ત્યારે તેમણે અચાનક સામે આવીને આ બધી અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી.

સાઉથ કોરિયાના મીડિયા સાથેની વાતચીત દરમિયાન મિને કહ્યું કે ‘મને ખબર છે ત્યાં સુધી કિમ અત્યારે કૉમામાં છે, પરંતુ અત્યાર સુધી જીવતો છે. હાલ નૉર્થ કોરિયાની કમાન કિમની નાની બેન કિમ યો જોંગ સંભાળી રહી છે. જોંગ માટે સત્તા સંભાળવાનો આ પહેલો મોકો નથી. એ પહેલાં પણ મોટા ભાઈને મદદ કરવાના હેતુથી સરકાર ચલાવવામાં મદદ કરતી હતી.

north korea kim jong-un international news