તાનાશાહ કિમ જોંગના મૃત્યુની અફવાઓ સાચી છે કે ખોટી?

26 April, 2020 12:53 PM IST  |  Pyongyang | Gujarati Mid-day Online Correspondent

તાનાશાહ કિમ જોંગના મૃત્યુની અફવાઓ સાચી છે કે ખોટી?

કિમ જોંગ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગના મૃત્યુ બાબતે દુનિયામાં અનેક અટકળો ચાલી રહી છે. તાનાશાહ કિમ જોંગની તબિયત બાબતે પણ છેલ્લા કેટલાક દિવસથી અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યાં છે. દરમ્યાન કેટલાક મિડિયા રીપોર્ટે દાવો કર્યો છે કે તેમનું મૃત્યુ થઈ ગયું છે. તો બીજી બાજુ કેટલાક મિડિયા રીપોર્ટ કહે છે કે, તેઓ બિમારીઓમાંથી ઉગરી ગયા છે અને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. પરંતુ આ બાબતે નોર્થ કોરિયાએ હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. એટલે તેમની મૃત્યુનું રહસ્ય હજી પણ કાયમ છે અને સોશ્યલ મિડિયા પર અફવાઓ જોર પકડી રહી છે.

મિડિયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવે છે કે, હાર્ટ સર્જરી બાદ કિમ જોંગ ઉનનું મૃત્યુ થયું છે અથવા તો તેમનું બ્રેન ડેડ થઈ ગયું છે અને તેઓએ ચેતના ગુમાવી દીધી છે. તેમની સારવાર માટે ચીનથી ડૉક્ટરોની વિશેષ ટીમને ઉત્તર કોરિયા મોકલવામાં આવી હોવાનું પણ કહેવાય છે. શનિવાર રાતથી ટ્વીટર પર તેમના મૃત્યુની જોરદાર ચર્ચા થઈ રહી છે.

હોન્ગકોન્ગ સેટેલાઈટ ટીવીએ દાવો કર્યો છે કે, તેમને બહુ નજીકના સુત્રો પાસેથી માહિતિ મળી છે કે કિમ જોંગ ઉનનું મૃત્યુ થઈ ગયું છે. પરંતુ પ્યોંગયાંગ ,ડિયા આ વિશે કોઈ જ સ્પષ્ટતા નથી કરી રહ્યું.

મળતી માહિતી મુજબ કાર્ડીઓવૈસ્ક્યલરના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. કિમ જોંગ ઉનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની તબીયત લથડી હતી. તે પછી તેમનું બ્રેઈન ડેડ થયું હોવાના અહેવાલ વહેતા થયા હતા. અનેક જગ્યાઓએ કિમ જોંગની ઘટતી હાજરીના કારણે તેઓ પહેલાંથી જ ચર્ચામાં હતા. અગાઉ એક શંકા હતી કે તે લાંબા સમયથી બીમાર છે અને સરકાર તેને છોડવા માંગતી નથી. જોકે, ઉત્તર કોરિયા સતત આવા દાવાઓને ખોટા ગણાવી રહ્યું છે.

કિમ જોંગ વધારે પડતુ સ્મોકિંગ કરે છે અને ઓવરવેઈટ પણ છે, આ બંને બાબતોની સાથે સાથે વધારે પડતુ કામ કરવાના કારણે તેમની તબિયલ લથડી હોવાનુ કહેવાઈ રહ્યુ છે .કિમ જોંગને છેલ્લે 11 એપ્રિલ જોવામાં આવ્યા હતા. કિમ પોતાના દાદાના જન્મ દિવસે 15 એપ્રિલે યોજાયેલા કાર્યક્રમમાં પણ ગેરહાજર હતા.

international news north korea kim jong-un