ચીનની પીળી ધૂળથી ચિંતામાં મૂકાયા તાનાશાહ, જાણો કેમ?

23 October, 2020 07:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીનની પીળી ધૂળથી ચિંતામાં મૂકાયા તાનાશાહ, જાણો કેમ?

ફાઈલ તસવીર

પોતાના સનકી ફરમાનથી ફેમસ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) તાજેતરમાં જ ત્યાંના નાગરિકોને એક ફરમાન આપ્યું છે.

તેના વહીવટીય અધિકારીઓ દ્વારા દેશવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે રહસ્યમય પીળી ધૂળના વાદળો ચીનથી આવી રહ્યા છે, જે દેશમાં કોરોના વાયરસ ફેલાવી શકે છે. આ પીળી ધૂળથી કોરોના વાયરસ ફેલાવાના ભયને ધ્યાનમાં રાખીને દેશવાસીઓએ ઘરની અંદર રહે અને બારીઓ બંધ રાખે. પોતાને દુનિયાથી અલગ રાખનારા ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે કોરોના વાયરસનો કોઈ કેસ થયો નથી. જીવલેણ વાયરસને હવા દ્વારા ફેલાવી શકાય છે.

સ્થાનિક સરકારી એન.કે. ન્યૂઝ પેપરના અહેવાલ અનુસાર ગુરુવારે પ્યોંગયાંગના રસ્તાઓ નિર્જન થયા હતા. લોકોએ કિમ જોંગ ઉનના આદેશનું સંપૂર્ણ પાલન કર્યું છે. માસ્ક પહેરવો જ જોઇએ અને બારી બંધ રાખવી પડશે. ઉત્તર કોરિયાના સત્તાવાર અખબારે કહ્યું છે કે, 'યલો ડસ્ટમાં નુકસાનકારક તત્વો છે. સીધી અસર માનવ શ્વાસ લેનારા ફેફસા, ગળા પર પડે છે. પ્યોંગયાંગમાં રહેતા વિદેશી રાજદ્વારીઓને ઘરે રહેવા આદેશ  આપવામાં આવ્યા હતા. રશિયન દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી છે. કોરોના વાયરસ હવામાં ફેલાતો નથી, પરંતુ સીડીસી મુજબ, તેના વાયરસ હવામાં ચેપને અમુક અંતરે ફેલાવી શકે છે.

kim jong-un china north korea coronavirus covid19 international news