ખોરાકની અછતને કારણે કિમ જોંગ-ઉને લોકોને પાળેલા ડૉગ્ઝ આપી દેવા કહ્યું

19 August, 2020 10:25 AM IST  |  North Korea | Gujarati Mid-day Online Correspondent

ખોરાકની અછતને કારણે કિમ જોંગ-ઉને લોકોને પાળેલા ડૉગ્ઝ આપી દેવા કહ્યું

આ તાનાશાહને લોકોનાં પાળેલાં શ્વાન રાંધીને ખવડાવવા છે

નોર્થ કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉને (Kim Jong-Un) પાલતૂ ડૉગીઝને મૂડીવાદના પતનનો પ્રતિક ગણાવ્યા છે. તેમ જ પાલતૂ કૂતરાઓને પકડવાનો આદેશ આપ્યો છે.

આ પાલતૂ ડૉગીઓના માલિકોને ડર છે કે આ જાનવરોને પકડીને તેમનો ઉપયોગ દેશમાં ખોરાકની અછતને દૂર કરવા માટે થશે. જુલાઈ મહિનામાં તાનાશાહે પાલતૂ કૂતરાઓને રાખવો એ કાનૂની અપરાધ જાહેર કર્યો હતો.

ચોસૂન ઈલ્બો (The Chosun Ilbo) ન્યૂઝપેપરના રિપોર્ટ અનુસાર, પાલતૂ ડૉગીઓને ઘરે રાખવા એ મૂડીવાદી વિચારધારાની વિરુદ્ધમાં છે. નોર્થ કોરિયા પ્રશાસને એવા ઘરોની તપાસ કરી જ્યા પાલતૂ ડૉગી હોય, અને તે લોકોને ફરજિયાતપણે ડૉગી પ્રશાસનને આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે, તેમ જ પ્રશાસન પોતે પણ જપ્ત કરી લે છે.

ત્યાં કહેવાય છે કે આ ડૉગીઓને માંસની દુકાનમાં વેચી દેવાશે કારણ કે નોર્થ કોરિયા હાલ ખોરાકની અછતના પડકારનો સામનો કરી રહ્યો છે. 2.55 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં ખોરાકની 60 ટકા જેટલી અછત હોવાનું સામે આવ્યુ છે. આ પરિસ્થિતિ હજી ગંભીર બની શકે છે.

કોરિયાઈ પ્રાયદ્વીપમાં ડૉગીનું માંસ લોકોને ખુબ ભાવે છે. જોકે સાઉથ કોરિયામાં ડૉગીના માંસને ખાવાનું લોકોએ ઓછુ કર્યું છે. નોર્થ કોરિયાના પ્યોંયાંગમાં ડૉગીના માંસની ઘણી રેસ્ટોરન્ટ છે.

ગરમીની સીઝનમાં નોર્થ કોરિયામાં ડૉગીના માંસ ખૂબ ખવાય છે. એવુ કહેવાય છે કે ડૉગીનું માંસ ખાવાથી શરીરમાં એનર્જી અને સ્ટેમિના મળે છે. જોકે નોર્થ કોરિયામાં પૈસાદાર લોકો ડૉગીને લઈને મોર્નિંગ વોક કરે છે. ઓક્ટોબર 2018માં કિમ જોંગએ પોતે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈનને બે પુંગસાન ડૉગી ગિફ્ટ કર્યા હતા.

kim jong-un north korea international news