હવે ચંદ્રમાં પણ હાઈ-સ્પીડ 4G નેટવર્ક ઉપલબ્ધ?

18 October, 2020 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ચંદ્રમાં પણ હાઈ-સ્પીડ 4G નેટવર્ક ઉપલબ્ધ?

તસવીર સૌજન્યઃ નોકિયાનું ટ્વીટર અકાઉન્ટ

વાત સાંભળવામાં તો અટપટી લાગશે પણ છે સાચી. ચંદ્ર ઉપર હવે હાઈ-સ્પીડ ફોર-જી નેટવર્ક ઉપલબ્ધ થશે. ચંદ્ર પર જઈને પણ જો એસ્ટ્રોનોટ સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહી શકે તો તેણે નોકિયાનો આભાર માનવાનો રહેશે.

NASAએ નોકિયા (Nokia)ને ચંદ્ર પર 4G સેલ્યુલર કમ્યુનિકેશન નેટવર્કમાં કામ કરવાનો પ્રોજેક્ટ સોંપ્યો છે. પહેલા પણ નોકિયાએ ચંદ્ર પર નેટવર્ક સ્થાપવા માટે રસ દર્શાવ્યો હતો. નાસાએ આ કામ માટે નોકિયાને 1.41 કરોડ ડોલર આપ્યા છે.

નાસાએ ટેકનોલોજીને ડેવલપ કરવા માટે 14 નાની અમેરિકન કંપનીઓની પાર્ટનર તરીકે પસંદગી કરી છે. આ માટે નાસા 37 કરોડ ડોલર ખર્ચ કરી રહી છે. નોકિયા ચંદ્ર પર ફોર-જી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરશે જેના માટે તેને 1.41 કરોડ ડોલર મળ્યા છે.

યુનાઈટેડ પ્રેસ ઈન્ટરનેશનલના એક રિપોર્ટ મુજબ, નોકિયા દ્વારા ડેવલપ કરવામાં આવનારી સિસ્ટમથી ચંદ્ર પર કમ્યુનિકેશનને સરળ બનાવવામાં આવશે. ચંદ્ર પર ફોર-જી નેટવર્ક લાવવા માટે નોકિયાનો આ પહેલો પ્રયત્ન નથી. નોકિયાએ વર્ષ 2018માં વોડાફોન જર્મની સાથે પાર્ટનરશીપની જાહેરાત કરી હતી. કંપનીએ તે વખતે દાવો કર્યો હતો કે ચંદ્ર પર ફોર-જી કવરેજ મળશે. જોકે આ હકીકતમાં બન્યુ નહીં.

nokia nasa international news