પાકિસ્તાનમાં સમોસાનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

27 July, 2012 03:45 AM IST  | 

પાકિસ્તાનમાં સમોસાનો મુદ્દો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સમોસાંનો ભાવ છ રૂપિયા ફિક્સ કરતા પંજાબ સરકારના જાહેરનામાને રદબાતલ ઠેરવતો ચુકાદો આપ્યો છે. સમોસાનાં કારણોસર પાકિસ્તાનમાં કોર્ટ અને સરકાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પંજાબ સરકારે સમોસાનો ભાવ ફિક્સ કરતો આદેશ બહાર પાડ્યો હતો તથા છ રૂપિયા કરતાં વધારે ભાવમાં સમોસાં વેચનાર સામે કાનૂની પગલાં ભરવાની જોગવાઈ લાગુ કરી હતી. પંજાબના બેકર્સ ઍન્ડ સ્વીટ ફેડરેશને સરકારના આ જાહેરનામાના ફરમાનને લાહોર હાઈ કોર્ટમાં પડકાર્યું હતું. જોકે હાઈ કોર્ટે તેમની અરજી ફગાવી દેતાં તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના આદેશને રદ ઠેરવતાં સમોસાંની લડાઈમાં આખરે વેપારીઓની જીત થઈ છે.