કાશ્મીર વિશેની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે: બાઇડનનો પાકિસ્તાનને ઝટકો

13 February, 2021 03:41 PM IST  |  Washingto | Gujarati Mid day Correspondent

કાશ્મીર વિશેની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે: બાઇડનનો પાકિસ્તાનને ઝટકો

ફાઈલ તસવીર

ચીન બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો છે. બાઇડને સ્પષ્ટ કર્યું હતું કે કાશ્મીર વિશે તેમની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ટાણે પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે અમેરિકામાં જો બાઇડન સત્તામાં આવશે તો જમ્મુ-કાશ્મીર વિશે અમેરિકાની નીતિમાં એના ધાર્યા પ્રમાણે ફેરફાર આવશે, કારણ કે બાઇડનના પાકિસ્તાન સાથે સારા સંબંધ રહ્યા છે.

જોકે અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પની વિદાય અને જો બાઇડન ચૂંટણી જીતતાં ‘બેગાની શાદી મેં અબદુલ્લા દીવાના’ની માફક કારણ વગરના હરખાઈ રહેલા પાકિસ્તાનની આ આશા ઠગારી નીવડી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એકઝટકે પાકિસ્તાનની આશાઓ વેરવિખેર કરી નાખી છે.

international news united states of america joe biden pakista