અમેરિકામાં મૃત વ્યક્તિની ઓળખ પર એક માણસ ૨૦ વર્ષ સુધી ગેરકાયદે રહ્યો

09 September, 2012 05:47 AM IST  | 

અમેરિકામાં મૃત વ્યક્તિની ઓળખ પર એક માણસ ૨૦ વર્ષ સુધી ગેરકાયદે રહ્યો



બિમ્બોએ ૧૯૯૨માં ન્યુ યૉર્કમાં શૂટઆઉટમાં માર્યા ગયેલા જેરી થૉમસ નામના માણસની ઓળખ ચોરી લીધી હતી. મરતાં પહેલાં થૉમસે પોતાના ડૉક્યુમેન્ટ એક નાઇજીરિયન કૅબ-ડ્રાઇવરને વેચી દીધા હતા. બાદમાં આ ડ્રાઇવરે એ ડૉક્યુમેન્ટ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા બિમ્બોને વેચી માર્યા હતા. એ પછી આ ડૉક્યુમેન્ટ્સના આધારે તેણે ન્યુ જર્સીના નેવાર્ક ઍરર્પોટ પર નોકરી મેળવી લીધી હતી. હાલમાં જ એક અન્ય જૉબ માટે અપ્લાય કરતાં તેની અસલિયત બહાર આવી હતી. જોકે ત્યાર બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અમેરિકાના સત્તાધીશો હવે તેને દેશનિકાલ કરશે એવી શક્યતા છે.