ભારતીય મૂળના નીરજ અંતાણીએ ઓહાયોના સેનેટર તરીકે શપથ લીધા

06 January, 2021 02:56 PM IST  |  Ohio | Gujarati Mid-day Correspondent

ભારતીય મૂળના નીરજ અંતાણીએ ઓહાયોના સેનેટર તરીકે શપથ લીધા

ભારતીય મૂળના અમેરિકન નીરજ અંતાણીએ ઓહાયોના યુએસ સેનેટર તરીકે શપથ લીધા હતા. આ સાથે તે રાજ્યની સેનેટનો ભાગ બનનારો ભારતીય મૂળનો પ્રથમ અમેરિકન બન્યો. ઓહાયો સેનેટ માટે ચૂંટાયેલા અંતાણી (૨૯એ સોમવારે શપથ લીધા હતા. શપથ લીધા બાદ અંતાણીએ કહ્યું કે મને ખુશી છે કે હું સમુદાયનું પ્રતિનિધિત્વ કરી શક્યો. સેનેટર તરીકે અંતાણીનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે. અંતાણીએ કહ્યું કે હું ઓહિયોના લોકો માટે દરરોજ સખત મહેનત કરીશ જેથી તેઓને તેમના સપનાં પૂરાં કરવાની તક મળે. અંતાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ અનિશ્ચિત અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પડકારોની વચ્ચે આપણે નિશ્ચિતપણે એવી નીતિઓ લાગુ કરવાની જરૂર છે જે ઓહાયોના લોકોને ફાયદો પહોંચાડે.

international news