નાઇજિરિયાના માલીમાં મોટો આતંકી હુમલો

04 January, 2021 03:25 PM IST  |  Mali | Gujarati Mid-day Correspondent

નાઇજિરિયાના માલીમાં મોટો આતંકી હુમલો

પ્રતીકાત્મક તસવીર

આફ્રિકી દેશ નાઇજિરિયામાં થયેલા એક આતંકવાદી હુમલામાં ૭૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ માલીની સરહદ સ્થિત બે ગામડાં પર હુમલો કરીને ૭૦ લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં ૨૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

હિંસાવાળા વિસ્તારમાં ગૃહયુદ્ધના કારણે ૨૦૧૭થી જ ઇમર્જન્સી લાગુ છે. આતંકવાદીઓએ અહીં બે ગામને નિશાન બનાવ્યાં છે. નાસજિરિયાની સરકાર આરોપ લગાવતી રહી છે કે માલીના સશસ્ત્ર જૂથ તેમના રાજ્યની સરહદમાં ઘૂસીને આતંકી ઘટનાને અંજામ આપે છે. આ હુમલા પર હજી સુધી કોઈ આતંકી જૂથે સત્તાકીય નિવેદન આપ્યું નથી.

international news nigeria terror attack