ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી 48 કલાક ચિંતાજનક, પણ રાષ્ટ્રપ્રમુખ ચિંતામુક્ત

04 October, 2020 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી 48 કલાક ચિંતાજનક, પણ રાષ્ટ્રપ્રમુખ ચિંતામુક્ત

ફાઈલ તસવીર

ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું શનિવારે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જો કે, શનિવારે ત્રણ નિવેદન આવ્યા હતા અને ત્રણેયમાં અલગ અલગ વાત કહેવામાં આવી હતી. ટ્રમ્પે એક વીડિયો શૅર કરીને કહ્યું કે, 'હું ઠીક છું'. જ્યારે તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસે કહ્યું કે, 'રાષ્ટ્રપતિમાં જે લક્ષણ જોવા મળ્યા છે, તે ચિંતામાં વધારો કરે છે. તેમની સારવાર ચાલી રહી છે. આગામી 48 કલાક અગત્યના છે'. તો પર્સનલ ફિજીશીયન ડોક્ટર સીન કોનલેના જણાવ્યા પ્રમાણે, 'પ્રેસિડેન્ટને હવે પહેલા કરતા સારું છે'.

રાષ્ટ્રપતિએ શનિવાર રાતે હૉસ્પિટલમાંથી એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, હવે મને સારું લાગી રહ્યું છે. એક બે દિવસ જોઈએ શું થાય છે. મને લાગે છે કે ત્યારે સ્થિતિ વધારે સારી રીતે ખબર પડી શકશે. ટ્રમ્પ સૂટમાં જોવા મળ્યા, પણ તેમને ટાઈ નહોતી પહેરી. જેમાં બે વાતો છે. શુક્રવાર રાતે જ્યારે તે હૉસ્પિટલમાં આવ્યા હતા, ત્યારે તેમને કહ્યું હતું કે, મને સારું નથી, શનિવારે કહ્યું કે, હવે મને સારું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં ફરીથી કામને સંભાળીશ.

તો શનિવારે જ તેમના ડોક્ટર્સે કહ્યું કે, રાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે અને તેમને હવે ઘણું સારું છે. પણ શંકા તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસના નિવેદને વધારી છે. મેડોસે કહ્યું કે, આગામી બે દિવસ ઘણા મહત્વના છે. આ દરમિયાન અમને બિમારીની ગંભીરતા વિશે સાચી માહિતી મળી શકશે. હાલ અમે રિકવરી વિશે કંઈ કહી શકીએ તેમ નથી. સ્પષ્ટપણે નિવેદનોમાં વિરોધાભાસ છે અને કદાચ આટલા માટે રાષ્ટ્રપતિએ પોતે નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું ઠીક છું. ટ્રમ્પનો વધુ એક મેસેજ તેમના મિત્ર અને વકીલ રુડોલ્ફ ગિઉલિયાની દ્વારા સામે આવ્યો છે. ગિલાનીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે મને કહ્યું કે, હું આ બિમારીને હરાવી દઈશ.

તમને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર મેરીલેન્ડની મિલેટ્રી હૉસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે પત્ની મેલાનિયા વ્હાઈટ હાઉસમાં ક્વૉરન્ટીન છે. દીકરી ઈવાન્કા અને જમાઈ જૈરેડ કુશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીએ પ્રચાર માટે નવી રણનીતિ તૈયાર કરી છે. સેનેટર્સની એક ટીમ બનાવવામાં આવી છે.

washington international news united states of america donald trump coronavirus covid19 ivanka trump