બિલ ગેટ્સ-મેલિન્ડાના છૂટાછેડામાં મારી કોઈ ભૂમિકા નથી: ઝી શેલી વૅન્ગ

12 May, 2021 01:58 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ચીની દુભાષિયા યુવતી ઝી શેલી વૅન્ગે કહ્યું, મારા વિશે કોઈએ અફવા ફેલાવી છે

ઝી શેલી વૅન્ગ

માઇક્રોસૉફ્ટ કંપનીના સર્વેસર્વા બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડા ગેટ્સના સંબંધ છૂટાછેડા સુધી લઈ જવામાં ચીની દુભાષિયા યુવતી ઝી શેલી વૅન્ગની મહત્ત્વની ભૂમિકા હોવાનું ચર્ચાય છે. ચોથી મેએ ગેટ્સ દંપતીએ છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે વૅન્ગે એ ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની સ્પષ્ટતા નિવેદન બહાર પાડીને કરી હતી. ઝી શેલી વૅન્ગે વેબસાઇટ વીબો પર જણાવ્યું હતું કે ‘મને એમ લાગ્યું હતું કે અફવાઓ આપોઆપ શાંત થઈ જશે, પરંતુ અફ‍વાઓ બેફામ ફેલાશે એવી અપેક્ષા નહોતી. કેટલાક લુચ્ચા માણસો કોઈ નિર્દોષ ચીની છોકરી વિશે અતિશયોક્તિભરી અફ‍વા ઉડાવે છે.’

new york bill gates microsoft international news