૯ વર્ષ પહેલાં ટૉઇલેટમાં ફ્લશ થઈ ગયેલી રિંગ પાછી મળી

26 December, 2018 01:05 PM IST  |  New Jersey

૯ વર્ષ પહેલાં ટૉઇલેટમાં ફ્લશ થઈ ગયેલી રિંગ પાછી મળી

9 વર્ષે પાછી મળી વિંટી

અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતાં ૬૦ વર્ષનાં પૌલા સ્ટૅન્ટન નામનાં આન્ટી ટૉઇલેટ સાફ કરી રહ્યાં હતાં ત્યારે તેમની આંગળીમાંથી વીંટી સરકીને કમોડમાં જતી રહી અને ફ્લશ કરવાની સાથે એ અંદર ગાયબ થઈ ગઈ હતી. તેમણે તરત જ સીવેજની પાઇપ સાફ કરીને રિંગ કાઢી શકે એવા પ્લમ્બરને બોલાવ્યો, પણ ખાસ્સી મહેનત પછી તેણે હાથ ઊંચા કરી દીધા. આખરે ડાયમન્ડજડિત સોનાની રિંગ ફરી કરતી મળશે એવી તેમણે સાવ આશા જ છોડી દીધી હતી. આ ઘટનાને નવ વર્ષ પણ થઈ ગયાં. જોકે તાજેતરમાં તેમના ઘરની નજીક સીવેજની પાઇપમાં ગરબડ થઈ હોવાથી કેટલાક એન્જિનિયરોએ પાઇપ ખોલી હતી.

તેમને ત્યાં વીંટીની શોધ માટે આવેલો પ્લમ્બર પણ એ લોકોની ટીમમાં હતો. આ વર્કરને કચરામાંથી એક વીંટી મળી હતી. પેલાને તરત જ યાદ આવ્યું કે આ તો પૌલા સ્ટૅન્ટનની જ રિંગ હશે. આખરે નવ વર્ષ સીવેજમાં રહ્યા પછી રિંગ પાછી મળી હતી. આ રિંગ પૌલાને તેના હસબન્ડે લગ્નની વીસમી ઍનિવર્સિરી પર ગિફ્ટ કરી હતી.

new jersey