મોટા ભાગનાને કોરોનાની વૅક્સિનની જરૂર જ નહીં પડે, ઑક્સફર્ડનાં પ્રૉફેસર

03 July, 2020 02:30 PM IST  |  Wuhan | Agencies

મોટા ભાગનાને કોરોનાની વૅક્સિનની જરૂર જ નહીં પડે, ઑક્સફર્ડનાં પ્રૉફેસર

પ્રતીકાત્મક તસવીર

ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર તથા એપિડેમિઓલોજિસ્ટ સુનેત્રા ગુપ્તાને કોવિડ-19 મહામારી સામેના પગલાં સ્વરૂપે લૉકડાઉન વિરુદ્ધ તેમણે કરેલી દલીલ બદલ પ્રોફેસર રિઓપન તરીકે ટેગ કરવામાં આવ્યાં છે. તેમણે શા માટે મોટાભાગના લોકોને કોવિડ-19ની રસીની જરૂર નહીં પડે અને કેવી રીતે લૉકડાઉન એ કોરોનાના વ્યાપને અટકાવવા માટેનો લાંબાગાળાનો ઉકેલ નથી, તે સમજાવ્યું હતું.

“આપણે જોયું છે કે, સામાન્ય, તંદુરસ્ત, વૃદ્ધ ન હોય અથવા તો અન્ય બિમારી ધરાવતા ન હોય, તેવા લોકોએ આ વાઇરસને સામાન્ય ફ્લુ જેટલું જ મહત્વ આપવા જેવું છે,” તેમ પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું હતું.

તેમના અભિપ્રાય અનુસાર, કોરોના વાઇરસ મહામારીનો સ્વાભાવિક રીતે જ અંત આવશે અને ઇન્ફ્લુએન્ઝાની માફક તે આપણા જીવનનો ભાગ બની જશે.તેમણે જણાવ્યું હતું કે, રસી જ્યારે આવશે, ત્યારે આપણે જરૂરિયાતમંદને મદદ કરવી જોઇએ.

“ઇન્ફ્લ્યુએન્ઝા કરતાં ઓછો મૃત્યુ આંક હોવાની આશા છે. મને લાગે છે કે કોરોના વાઇરસની રસી વિકસાવવી પ્રમાણમાં સરળ છે. આ ઉનાળાના અંત સુધીમાં આપણી પાસે પુરાવા હોવા જોઇએ કે, રસી કારગત નીવડે છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

કોરાના વાઈરસ સામે સાવ કારગત છે, માત્ર દોઢ રૂપિયાની ટૅબ્લેટ

કોરોનાની મહામારી સામે લડી રહેલું વિશ્વ એક સફળ રસી માટે ઝઝૂમી રહ્યું છે. દુનિયાના ઘણા દેશો વેક્સિન વિકસાવવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે માત્ર દોઢ રૂપિયાની એક ગોળીની ચમત્કારિક અસરે વિશ્વભરના ડોક્ટરોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. આ સસ્તી દવા છે, મેટફૉર્મિન. સામાન્યપણે ડાયાબિટિસના દર્દીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ થાય છે. હવે કોરોનાના દર્દીઓને પણ તે આપવામાં આવે છે, જેનાં સુખદ્ પરિણામો સામે આવ્યાં છે.

ચીનના વુહાનના ડોક્ટરો તથા મિનેસોટા યુનિવર્સિટીએ હાથ ધરેલા જુદા-જુદા અભ્યાસોમાં મેટફૉર્મિન દવા કોરોનાના દર્દીઓના મોતનું જોખમ ઘટાડતી હોવાનું જાણવા મળ્યું હતું.

એક અહેવાલ અનુસાર, બ્રિટનની મુખ્ય સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસ પહેલેથી જ આ દવા અજમાવી રહી છે. આ દવા ડાયાબિટિસ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર અને હૃદયની બિમારીઓમાં પણ અસરકારક છે. ટાઇપ-2 ડાયાબિટિસની સારવારમાં ૧૯૫૦ના દાયકાથી આ દવા વપરાય છે.

વુહાનમાં પણ અસરકારક

કોરોનાનું ઉદ્ભવ સ્થાન એવા વુહાનમાં મેટફોર્મિન દવા અસરકારક સાબિત થઇ છે. અભ્યાસમાં જોવા મળ્યું કે, ડાયાબિટિસ ધરાવતા જે લોકો કોરોનાથી બિમાર થયા અને આ દવા લેતા હતા, તેમાં મોતનું પ્રમાણ આ દવા ન લેનારા ડાયાબિટીસના દર્દીઓની સરખામણીમાં ઓછું હતું. અભ્યાસ દરમિયાન વુહાનના ડોક્ટરોને માલૂમ પડ્યું કે, મેટફોર્મિન લેનારા માત્ર ત્રણ દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેટલા જ ગંભીર બાવીસ કોરોનાના દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં, તેમણે આ દવા નહોતી લીધી.

coronavirus covid19 lockdown international news