નવજાત બાળકને જન્મતાની સાથે 12 કલાકમાં થયો કોરોના

08 June, 2020 06:29 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

નવજાત બાળકને જન્મતાની સાથે 12 કલાકમાં થયો કોરોના

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનમાં કોરોના સંક્રમિત છ ગર્ભવતી મહિલાઓના બાળકોને કોરોના થતા ડૉક્ટરો મુંઝવણમાં મુકાઈ ગયા છે કે, આખરે બાળકોને કોરોનાનું સંક્રમણ માતાના ગર્ભમાંથી લાગ્યું કે પછી જન્મ થયા બાદ? નવજાત બાળકને જન્મના 12 કલાકમાં જ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો આ પ્રથમ બનાવ છે. આ બાળકોની સારવાર નિયોનેટલ યૂનિટમાં ચાલી રહી છે.

બ્રિટનના ઓબ્સટેટ્રિક સર્વેલન્સ સિસ્ટમના અધ્યયન પ્રમાણે, એક માર્ચથી 14 એપ્રિલ દરમ્યાન કુલ 427 મહિલાઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જેમાંથી 247 મહિલાઓ ગર્ભવતી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે, નવજાત બાળકોમાં કોરોનાનું સંક્રમણ માતાના ગર્ભમાંથી જન્મની સાથે જ આવે છે અથવા તો જન્મ પછી તરત જ બાળકને કોરોના થયો એ વિષે હજી કોઈ સ્પષ્ટતા નથી. તાજેતરમાં જ છ બાળકોમાં કોરોનાનું સંક્રમણ થયું છે તેમને જન્મ પછી થયું છે કે ગર્ભમાંથી જ તે નિશ્ચિત કરવું શક્ય નથી. પ્રસૂતિ દરમ્યાન સ્વાસ્થ્ય કર્મછારીઓએ બધી તકેદારી રાખી હોવા છતા બાળકોને કોરોના કઈ રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. રાહતના સમાચાર એ છે કે, માતાનું દુધ પીવાથી બાળકોને કોરોના નથી થયો.

એક સર્વેક્ષણ મુજબ, કોરોના વાયરસથી અન્ય મહિલાઓની તુલનામાં ગર્ભવતી મહિલાઓ વધારે સુરક્ષિત છે. બ્રિટનમાં 1,000 મહિલાઓમાંથી સરેરાશ પાંચ મહિલાઓને કોરોનાનું સંક્રમણ થયું અને દસમાંથી એક જ મહિલાને આઈસીયુની જરૂર પડી હતી. બધી જ ગર્ભવતી મહિલાઓને સંક્રમણનો ખતરો નથી. જે મહિલાઓનું વજન બહુ હોય, પહેલાથી જ ડાયાબિટીસ કે અન્ય બિમારીઓ હોય તેને સંક્રમણ લાગવાની શક્યતાઓ વધારે હોય છે.

coronavirus covid19 international news london united kingdom