વધી ગઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ

09 December, 2020 02:00 PM IST  |  Kathmandu/Beijing | Gujarati Mid-day Correspondent

વધી ગઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ

ફાઈલ તસવીર

તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ચીન અને નેપાલના જૉઇન્ટ સર્વેમાં હિમાલયના શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮.૮૬ મીટર નોંધાઈ હતી. એકંદરે વર્ષ ૧૯૫૪માં કરવામાં આવેલી આ શિખરની માપણીની તુલનામાં ૮૬ સેન્ટિમીટર વધારે ઊંચાઈ નોંધાઈ છે. વર્ષ ૨૦૧૫ના ભૂકંપ પછી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં વધઘટની જ્વલંત ચર્ચાઓને પગલે નેપાલની સરકારે એ શિખરની ઊંચાઈ ફરી માપવાનો નિર્ણય લીધો હતો. તિબેટી ભાષામાં માઉન્ટ ક્વોમોલાંગ્મા નામે ઓળખાતા માઉન્ટ એવરેસ્ટની લગભગ છ વખત માપણી કરવામાં આવી છે. નેપાલ અને ચીને અલગ-અલગ કરેલી વૈજ્ઞાનિક ઢબે માપણીના ૧૯૭૫ અને ૨૦૦૫માં જાહેર કરેલાં પરિણામોમાં એ શિખરની ઊંચાઈ અનુક્રમે ૮૮૪૮.૧૩ અને ૮૮૪૮.૪૩ મીટર નોંધવામાં આવી હતી. સૌથી પહેલાં ૧૯૫૪માં સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવામાં આવી હતી ત્યારે ૮૮૪૮ મીટર ગણવામાં આવી હતી.

international news china kathmandu beijing mount everest