રામ બાદ હવે બુદ્ધ પર વિવાદ, વિદેશ મંત્રીના નિવેદન પર નેપાળને આપત્તિ

09 August, 2020 08:17 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

રામ બાદ હવે બુદ્ધ પર વિવાદ, વિદેશ મંત્રીના નિવેદન પર નેપાળને આપત્તિ

નેપાળના વિદેશ મંત્રાલયે ભારતના વિદેશ મંત્રી જયશંકર દ્વારા ગૌતમ બુદ્ધ પર કરવામાં આવેલી ટિપ્પણી પર વિરોધ દર્શાવ્યો છે. નેપાળનું કહેવું છે કે ગૌતમ બુદ્ધ પર મામલો શંકા અને વિવાદથી પર છે અને આ રીતે વાદવિવાદનો વિષય ન બની શકે. પીએમ મોદી પણ કહી ચૂક્યા છે કે બુદ્ધનો જન્મ નેપાળમાં થયો હતો.

જો કે આના પછી ભારતીય વિદેશ મંત્રાલયે પોતાનો મત સ્પષ્ટ કરતા કહ્યું કે બદ્ધ જાહેર વારસાનો ભાગ છે, નેપાળમાં જન્મ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રાવાસ્તવે કહ્યું કે એમાં કોઇ જ શંકા નથી કે ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતો, જે નેપાળમાં છે.

તો નેપાળે પોતાના નિવેદનમાં કહ્યું કે આ હકીકત છે કે બૌદ્ધ ધર્મ નેપાળ પછી વિશ્વના અન્ય ભાગોમાં પણ ફેલાઇ ગયો. મામલો શંકા અને વિવાદોથી પર છે અને આ પ્રકારના નિવેદન વાદવિવાદનો વિષય ન બની શકે. આખું આંતરરાષ્ટ્રીય સમુદાય જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની 2014ના પ્રવાસ દરમિયાન કહ્યું કે નેપાળ શાંતિપ્રિય દેશ છે, જ્યાં બુદ્ધનો જન્મ થયો હતો.

હકીકતે તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ગૌતમ બુદ્ધ ભારતીય છે. એસ જયશંકર દ્વારા આપવામાં આવેલા આ નિવેદન પર નેપાળે આપત્તિ વ્યક્ત કરી છે. જો કે ભગનાન રામના નામ પર નેપાળ વિવાદ ઉભો કરી ચૂક્યું છે.

international news nepal national news