તાઇવાનમાં ભૂકંપ બાદ આફ્ટરશૉક

20 September, 2022 08:57 AM IST  |  Taipei | Gujarati Mid-day Correspondent

રાજધાની તાઇપેઇમાં ભૂકંપ ૫.૫ મેગ્નિટ્યુડનો નોંધવામાં આવ્યો હતો

ભૂકંપ બાદ આફ્ટરશૉક

તાઇવાનમાં ગઈ કાલે ભયાવહ આફ્ટરશૉક નોંધવામાં આવ્યા હતા. રાજધાની તાઇપેઇમાં ભૂકંપ ૫.૫ મેગ્નિટ્યુડનો નોંધવામાં આવ્યો હતો. તાઇવાનમાં આવેલા ભૂકંપના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું તેમ જ ૧૫૦ ઈજાગ્રસ્ત થયા હતા. તાઇવાનમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. રવિવારે સૌથી વધુ ભયાવહ ભૂકંપ આવ્યો હતો, જે ૬.૯ મેગ્નિટ્યુડનો હતો, જેને કારણે ઘણી જગ્યાએ રોડ પર તિરાડ પડી હતી. 

international news taiwan