પહેલી વાર વિમેન્સ ઓન્લી ટીમ સ્પેસવૉક કરશે

07 October, 2019 08:36 AM IST  |  મુંબઈ

પહેલી વાર વિમેન્સ ઓન્લી ટીમ સ્પેસવૉક કરશે

નાસાની વિમેન્સ ઓન્લી ટીમ

અમેરિકન સ્પેસ એજન્સી નાસા પહેલવહેલી વાર એક પણ પુરુષ વિનાની માત્ર ૧૫ મહિલાઓની બનેલી ટીમને સ્પેસવૉક માટે મોકલી રહી છે. ૨૧ ઑક્ટોબરે આ ટીમ અલગ-અલગ જૂથમાં સ્પેસ વૉક કરશે. આ પહેલાં પણ નાસાએ આવો પ્રયોગ કરવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ મહિલાઓની યોગ્ય સાઇઝનાં સ્પેસસૂટ તૈયાર ન હોવાથી આ પ્લાન મુલતવી રાખવામાં આવેલો. આ ટીમનું નેતૃત્વ ઍસ્ટ્રોનૉટ ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર કરશે કેમ કે તેમને બન્નેને સ્પેસમાં રહેવાનો લાંબો અનુભવ છે અને છેલ્લાં છ વર્ષથી તેમણે આ ક્ષેત્રની વિશેષ તાલીમ મેળવી છે. ૨૧ ઑક્ટોબરથી શરૂ થનારી આ સ્પેસવૉકની મૅરૅથોન ડિસેમ્બર મહિના સુધી ચાલશે. આ દરમ્યાન સ્પેસ સ્ટેશનનું રિપેરિંગ, નવા ઉપકરણોનું ટેસ્ટિંગ અને અપગ્રેડેશન કરવામાં આવશે. પૃથ્વી પર ભલે સ્ત્રી-પુરુષમાં ભેદભાવ હોય, નાસામાં ૫૦ ટકા ફ્લાઇટ ડિરેક્ટર્સ મહિલાઓ છે. 

nasa