નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું

23 August, 2012 05:37 AM IST  | 

નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું

નાસાના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે આ ખામીને કારણે કેટલાક ચોક્કસ માપ મેળવવામાં મુશ્કેલી પેદા થશે. જોકે આ કોઈ મોટી સમસ્યા નથી.

 

ક્યુરિયોસિટીના સેન્સરને આ નુકસાન કેવી રીતે થયું છે એ હજી સુધી શોધી શકાયું નથી, પણ એન્જિનિયરોને શંકા છે કે મંગળની સપાટી પર ઊછળતા પથ્થરો ટકરાવાથી સેન્સરે ખરાબ થઈ ગયું હશે. આ સેન્સર હવાના રીડિંગ ઉપરાંત મંગળના વાતાવરણમાં રેડિયેશનનું પ્રમાણ પણ ચકાસશે. ક્યુરિયોસિટી રોવર બે વર્ષ સુધી મંગળ ગ્રહ પર કામ કરશે. આ સમયગાળા દરમ્યાન રોવર મંગળ ગ્રહ પર સૂક્ષ્મ જીવોને રહેવા લાયક વાતાવરણ છે કે નહીં તેનું સંશોધન કરશે.