મોદીએ બ્રિક્સ દેશોને સામાજીક સુરક્ષા સમજુતી પર ચર્ચા-વિચારણા કરવા કહ્યુ

14 November, 2019 10:30 AM IST  |  Brazil

મોદીએ બ્રિક્સ દેશોને સામાજીક સુરક્ષા સમજુતી પર ચર્ચા-વિચારણા કરવા કહ્યુ

બ્રિક્સ શિખર સંમેલનમાં PM મોદી (PC : BRICS)

ભારતમાં વડાપ્રધાન હાલ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 2 દિવસની બ્રાઝિલની મુલાકાતે છે. જ્યારે આજે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયામાં બ્રિક્સ સંમેલનમાં સંબોધન કર્યું હતું. બ્રિકસ બિઝનેસ ફોરમમાં પીએમ નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશો (આ યાદીમાં ભારતનો સમાવેશ છે) જેવા કે બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાને સામાજિક સુરક્ષા સમજૂતી પર ચર્ચા-વિચારણા કરવા કહ્યું હતું. PM મોદીએ કહ્યું કે, બ્રિક્સ દેશો દુનિયાના આર્થિક વિકાસમાં 50 ટકાનું યોગદાન આપે છે. વૈશ્વિક મંદી છતાં બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસમાં યોગદાન આપ્યું છે અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે. જે એક ઘણી મહત્વની વાત છે.


પીએમ મોદી ચીન-રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત

મહત્વનું છે કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ શિખર સંમેલનમાં પહોંચ્યા છે જ્યારે એશિયાના મોટા ભાગના દેશોના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા છે. આ દરમ્યાન પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે ખાસ મુલાકાત કરશે. બ્રાઝિલમાં હાલ 11મી બ્રિક્સ શિખર સંમેલનનું  2 દિવસ માટેનું આયોજન થયું છે.

જાણો, મોદીએ પોતાન સંબોધનમાં શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે
, ભારતમાં પોલિટિકલ સ્ટેબિલિટી, પ્રિડિક્ટેબલ પોલીસી તથા બિઝનેસ ફ્રેન્ડલી રિફોર્મ્સના કારણે વિશ્વના સૌથી ઓપન તથા બિઝનેસ ફ્રેન્ડલી વાતાવરણ છે. બ્રિક્સ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ બ્રાઝિલમાં ભારતીઓને વીઝા મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય માટે રાષ્ટ્રપતિ બોલ્સનારોનો આભાર માન્યો હતો. PM મોદીએ બ્રિક્સ દેશોના સામાજિક સુરક્ષા કરાર પર ચર્ચા કરવાની સલાહ આપી હતી.

world news narendra modi brics brazil