ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે નફ્તાલી બેનેટે લીધા શપશ

14 June, 2021 02:38 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દક્ષિણપંથી યામિના ( યુનાઈટેડ રાઈટ) પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપશ લીધી છે.

તસવીર: ઈઝારયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ( સૌજન્ય। AFP)

દક્ષિણપંથી યામિના ( યુનાઈટેડ રાઈટ) પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના  નવા વડાપ્રધાન  તરીકે શપશ લીધી છે. આ સાથે જ બેંઝામિન નેતન્યાહુના 12 વર્ષથી ચાલી રહેલા શાસન સમાપ્ત થયું છે.  મળતી માહિતી અનુસાર બેનેટ અને સેન્ટ્રિસ્ટ યેશ એટિડ (ફ્યુચર) પાર્ટીના નેતા યાયર લૈપિડની આગેવાની હેઠળની નવી ગઠબંધનની સરકારને સંસદ 
 દ્વારા વિશ્વાસના મતથી મંજૂરી આપવામાં આવી હતી.


આ અગાઉ સંસદમાં યોજાયેલા  વિશ્વાસ મતમાં 120 સદસ્યોના ગૃહના 60 સાંસદોએ નવી સરકારની તરફેણમાં મત આપ્યા હતા જ્યારે 59 એ અન્ય પાર્ટીમાં મતદાન કર્યુ હતું. બેનેટ અને લૈપિડે સંસદમાં ગઠબંધનની બેઠકો પર તેમની નવી બેઠકો પર જીત મેળવી છે જ્યારે ઇઝરાઇલના લાંબા સમય સુધી કાર્યરત વડા પ્રધાન નેતન્યાહુએ હારનો સામનો કરવો પડ્યો હતો.  

નવી સરકાર હેઠળ 27 નવા મંત્રીઓએ પણ શપથ લીધા હતા. બેનેટ અને લૈપિડ દર બે વર્ષે વડા પ્રધાન બનશે. બેનેટ પ્રથમ વડા પ્રધાન બન્યા છે અને આ આધારે 2023 માં લેપિડ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. હાલ લૈપિડ ઇઝરાઇલના વૈકલ્પિક વડા પ્રધાન અને વિદેશ પ્રધાન તરીકે સેવા આપશે. 

international news israel politics