ચાઇનીઝ છોકરીને ઊગ્યાં દાઢી-મૂછ

22 October, 2012 05:24 AM IST  | 

ચાઇનીઝ છોકરીને ઊગ્યાં દાઢી-મૂછ


હકીકતમાં નાના ૨૦૧૦માં એપ્લાસ્ટિક એનિમિયાનો ભોગ બની હોવાનું નિદાન થયું હતું. આ રોગમાં બોનમેરો પૂરતા પ્રમાણમાં રક્તકણો ઉત્પન્ન નથી કરતા એને કારણે એની સારવાર કરાવવા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને લાઇફ સેવિંગ ડ્રગ્સના ભારે ડોઝ આપવામાં આવ્યા. આ દવાની આડઅસરરૂપે ટીનેજર હિરસ્યુટિઝમ નામની ખાસ પ્રકારની બીમારીનો ભોગ બની છે અને એના ચહેરા અને શરીર પર પુરુષોને હોય એવાં દાઢી-મૂછ અને વાળ ઊગી નીકળ્યાં છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં લગભગ આઠ ટકા જેટલી મહિલાઓ વિવિધ કારણોસર હિરસ્યુટિઝમનો ભોગ બની છે.