પ્રિન્સ હૅરીને સપોર્ટ કરવા બાર હજાર લોકોએ ઉતાર્યા કપડાં

29 August, 2012 05:57 AM IST  | 

પ્રિન્સ હૅરીને સપોર્ટ કરવા બાર હજાર લોકોએ ઉતાર્યા કપડાં

અમેરિકાના લાસ વેગસમાં રજાઓ ગાળી રહેલા પ્રિન્સ હૅરીની કેટલીક યુવતીઓ સાથેની નગ્ન તસવીરો બહાર આવતાં બ્રિટનમાં ભારે હોબાળો મચ્યો હતો. રૂઢિચુસ્ત મનાતા બ્રિટનના રાજવી પરિવારના સભ્યની આ તસવીરોને કારણે અનેક લોકોએ હૅરીની ટીકા કરી હતી. જોકે હૅરી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય એવા લોકોની સંખ્યા પણ નાનીસૂની નથી. આવા જ કેટલાક લોકોએ ફેસબુક પર ‘સપોર્ટ પ્રિન્સ હૅરી વિથ અ નૅકેડ સેલ્યુટ’ નામનું પેજ બનાવ્યું હતું. એ પછી બે-પાંચ નહીં ૧૨,૦૦૦ લોકો આ પેજમાં જૉઇન થયા હતા તથા પોતાની હૅરીને સેલ્યુટ કરતી પોતાની નગ્ન અને અર્ધનગ્ન તસવીરો પોસ્ટ કરી હતી.

નગ્ન તસવીરો પોસ્ટ કરનારાઓમાં અફઘાનિસ્તાનમાં ફરજ બજાવતા અનેક બ્રિટિશ સૈનિકો હતા, તો દેશ-વિદેશમાં વસતી સંખ્યાબંધ બ્રિટિશ યુવતીઓ પણ હતી. કેટલાક લોકોએ સંપૂર્ણ નગ્ન થઈને તસવીરો પોસ્ટ કરી હતી, તો કેટલાક લોકોએ અર્ધનગ્ન તસવીર મૂકી હતી. આટલી મોટી સંખ્યામાં લોકો આ રીતે સપોર્ટ કરશે એની કદાચ હૅરીને પણ કલ્પના નહીં હોય.