અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી

18 April, 2020 05:46 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી

ફાઈલ તસવીર

કોરોના વાઇરસથી સમગ્ર દુનિયા ત્રાહિમામ પોકારી રહી છે. આ વાઇરસથી જો કોઈ સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હોય તો તે છે વિશ્વની મહાસત્તા અમેરિકા. કોરોનાએ અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાને કારણે અમેરિકામાં ગુરુવારે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૪,૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના કારણે ૪૪૯૧ લોકો મૃત્યુ પામ્યા છે જે વૈશ્વિક રોગચાળાને કારણે એક દિવસમાં સૌથી વધારે મૃત્યુ આંક છે.

મૃત્યુના આ આંકડાઓમાં તે મામલાઓ સામેલ છે, જેમાં કોવિડ-19 હોવાની શંકા છે. આ મામલાઓ અગાઉના આંકડાઓમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. આ અઠવાડિયે ન્યુ યૉર્ક સિટીએ જાહેરાત કરી હતી કે મૃત્યુ આંકમાં ૩૭૭૮ લોકોના મોતના એવા મામલાઓને સામેલ કરવામાં આવ્યા છે જેમાં વ્યક્તિના મોતનું સંભવિત કારણ આ વૈશ્વિક મહામારી છે. કોવિડ-19ના કારણે દુનિયામાં સૌથી વધારે લોકોનાં મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં સંક્રમણના કારણે ૬,૬૭,૮૦૦થી વધુ કેસ સામે આવ્યા હતા.

દુનિયામાં અમેરિકા હવે કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. કોરોનાને કારણે અહીં ૩૪ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે કે ૬.૭૭ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.  કોરોનાના વધતા કે બાદ ટ્રમ્પની સરકાર અમેરિકામાં વિરોધીઓના નિશાને આવી છે.  દુનિયામાં સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત દેશ હવે અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના વધતા કેસ બાદ ટ્રમ્પ સરકારની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ અર્થવ્યવસ્થાને બચાવવાનો અમેરિકા સામે મોટો પડકાર છે.

coronavirus covid19 united states of america washington national news