ચંદ્રની સફર માણવી છે, ચાર્જ કેટલો ખબર છે?

08 December, 2012 06:45 AM IST  | 

ચંદ્રની સફર માણવી છે, ચાર્જ કેટલો ખબર છે?




આ કંપની બે વ્યક્તિને ચંદ્ર પર મોકલવા માટે દોઢ અબજ ડૉલર (આશરે સાડાસાત હજાર કરોડ રૂપિયા) ચાર્જ લેશે. ગોલ્ડન સ્પાઇક નામની આ કંપનીના સીઈઓ એલન સ્ટર્ને કહ્યું હતું કે અમે એશિયા તથા યુરોપના દેશોની સ્પેસ એજન્સીઓ સાથે વાત કરી રહ્યા છીએ અને ઘણા લોકોએ રસ પણ દર્શાવ્યો છે. આ કંપની પોતાની સ્પેસ એજન્સી નહીં ધરાવતા દેશો, વિજ્ઞાન સંસ્થાઓ તથા કોઈ પણ સામાન્ય વ્યક્તિઓને પણ સ્પેસમાં મોકલવાની ઑફર કરી રહી છે.

૧૯૭૨ની સાતમી ડિસેમ્બરે નાસાનું અપોલો-૧૭ અવકાશયાન સ્પેસમાં પહોંચ્યું એ ઘટનાની ૪૦મી ઍનિવર્સરી નિમિત્તે ગોલ્ડન સ્પાઇકે ચંદ્રની પ્રાઇવેટ ટ્રિપ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ  સફર માટે કંપની અગાઉ ઉપયોગમાં લઈ ચુકાયેલા રૉકેટ્સ તથા સ્પેસક્રાફ્ટની મદદ લેશે. આ સાથે કંપની પોતાના અલાયદા સ્પેસસ્ાૂટ પણ તૈયાર કરાવી રહી છે. ચંદ્રની પ્રાઇવેટ ટ્રિપ ઑફર કરનાર આ પહેલી કંપની નથી. અગાઉ ગૂગલ લુનાર એક્સ પ્રાઇઝ નામની કંપનીએ પણ બિનસરકારી સંગઠનના રોબોને ચંદ્ર પર મોકલવાની ઑફર કરી હતી. ગોલ્ડન સ્પાઇકનું કહેવું છે કે ૨૦૨૦ સુધીમાં કંપની ચંદ્રની રેગ્યુલર ફ્લાઇટ શરૂ કરી દેશે.