ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો

26 August, 2012 05:10 AM IST  | 

ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો

અગાઉ બેગનના બાળકના પિતા ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન છે એવી અફવા વહેતી થઈ હતી. જોકે હાલમાં એક મુલાકાત દરમ્યાન ૩૮ વર્ષની મૉડલે સ્વીકાર્યું છે કે બલુર્સ્કોનીને કારણે જ તે પ્રેગ્નન્ટ થઈ હતી. ૭૫ વર્ષના બલુર્સ્કોનીએ જોકે જર્મન મૉડલ અને ટીવી-ઍક્ટ્રેસના એ દાવા સંદર્ભે જવાબ આપવાનું ટાળ્યું હતું.

 

રંગીલા સ્વભાવ માટે જાણીતા બલુર્સ્કોની પોતાના ઘરે અવારનવાર પાર્ટીઓ યોજતા હતા. સબીના બેગન તેમની પાર્ટીઓમાં અચૂક હાજરી આપતી હતી. એક મુલાકાત દરમ્યાન બેગને બેધડક સ્વીકાર્યું હતું કે બલુર્સ્કોની સાથે તેને જાતીય સંબંધો હતા.