અમેરિકામાં આવતાં ત્રીસ વર્ષમાં ધોળિયાઓની મૅજોરિટી નહીં હોય

25 December, 2012 06:24 AM IST  | 

અમેરિકામાં આવતાં ત્રીસ વર્ષમાં ધોળિયાઓની મૅજોરિટી નહીં હોય

અમેરિકી સેન્સસ બ્યુરોએ બુધવારે જાહેર કરેલા અંદાજો મુજબ આવતાં ત્રીસ વર્ષમાં નૉન-હિસ્પાનિક (મૂળ લેટિન અમેરિકન દેશોના વતની) લોકો અમેરિકામાં મૅજોરિટીમાં આવી જશે. અત્યારે અમેરિકાની કુલ વસ્તીમાં માઇનૉરિટી (નૉન-હિસ્પાનિક, એશિયન તથા અન્ય દેશોના વતની)નું પ્રમાણ ૩૭ ટકા જેટલું છે, જે ૨૦૬૦ સુધીમાં વધીને ૫૭ ટકા થઈ જશે એવી શક્યતા છે. જ્યારે હિસ્પાનિક (સ્પૅન કે સ્પૅનીશ ભાષા બોલતા દેશોના વતની) સમુદાયની વસ્તીનું પ્રમાણ અત્યારે ૫.૩ કરોડથી વધીને ૨૦૬૦ સુધીમાં ૧૨ કરોડથી પણ વધારે થઈ જશે એવો અંદાજ છે.