મૉડર્ન યુગમાં ૫૫ વર્ષે શરૂ થાય છે મિડલ એજ

20 September, 2012 06:19 AM IST  | 

મૉડર્ન યુગમાં ૫૫ વર્ષે શરૂ થાય છે મિડલ એજ


૫૦થી વધુ વર્ષની ઉંમરના એક હજારથી વધારે લોકોને આવરી લેતા સર્વેમાં મોટા ભાગના લોકોનું માનવું હતું કે ૭૦ વર્ષની ઉંમર થાય નહીં ત્યાં સુધી તેઓ પોતાને વૃદ્ધ ગણતા નથી. અગાઉના સર્વેમાં ૩૬ વર્ષની ઉંમરથી જ મિડલ એજનો પ્રારંભ થાય છે એવું માનવામાં આવતું હતું.

એક ઑનલાઇન લર્નિંગ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં પાંચમાંથી એક વ્યક્તિનું માનવું હતું કે મિડલ એજ જેવું કશું હોતું જ નથી. આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેમના મતે મિડલ એજની શરૂઆત કયા વર્ષથી થાય છે અને કયા વર્ષે એનો અંત આવે છે? મોટા ભાગના લોકોના મતે ૫૫ વર્ષથી મિડલ એજનો પ્રારંભ થાય છે અને ૬૯ વર્ષ અને ૨૭૭ દિવસની ઉંમરે એનો અંત આવે છે. એટલે કે એ પછી વૃદ્ધાવસ્થાની શરૂઆત થાય છે. આ તારણનો એક અર્થ એ પણ છે કે મિડલ એજ હવે ૧૪ વર્ષ લાંબી ચાલે છે.