આકાશમાંથી કિંમતી પથ્થરોનો વરસાદ, ગામના લોકો બન્યા અમીર

14 September, 2020 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આકાશમાંથી કિંમતી પથ્થરોનો વરસાદ, ગામના લોકો બન્યા અમીર

ઉલ્કાપિંડ

બ્રાઝીલના એક ગામમાં ઉલ્કાપિંડ પડી હતી, જેથી ત્યાંના નાગરિકોનું જીવન બદલાયુ હતું. આ ઉલ્કાપિંડના ટુકડાઓને ખૂબ જ મોંઘા ભાવે ગામના લોકોએ વેચ્યા છે. અમૂક પથ્થરો તો રૂ.19 લાખથી પણ વધુ કિંમતમાં વેચ્યા છે.

બ્રાઝીલના ગામ સેંટા ફિલોમેનામાં 19 ઑગસ્ટના રોજ ઉલ્કાપિંડના ટુકડાઓનો વરસાદ થતા લોકોએ આ પથ્થર સાચવીને રાખ્યા હતા. ગામના લોકો સ્માર્ટ હતા, તેમણે આ પથ્થર સામે લાખો રૂપિયાની માગ કરી હતી.

રિસર્ચ અને શોધકર્તાઓએ પણ મોઢે માંગેલી કિંમતે પથ્થરોને ખરીદી લીધા હતા. સૌથી મોટો ટુકડો 6 હજાર ડૉલર એટલે કે રૂ.19 લાખમાં વેચાયો હતો. આ પથ્થરનું વજન 40 કિલો જેટલું હતું.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટુકડાઓ ઉપર રિસર્ચ કરતા બ્રહ્માંડના ઘણા રહસ્યો ખબર પડશે. બ્રાઝીલના આ ગામમાં 200થી વધુ નાના-મોટા ટુકડા પડ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે, ઉલ્કાપિંડ પડતી હતી તે વખતે આખું આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું. આકાશમાંથી સળગતા આ પથ્થરો લગબગ 4.6 અબજ જુના હોવાનું મનાય છે. સાઓ પાઓલો યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રી ઈન્સ્ટિટ્યૂટના ગેબ્રિયલ સિલ્વાનું કહેવું છે કે આ ઉલ્કા એ પહેલા ખનિજમાંથી છે જેમાંથી સોલાર સિસ્ટમ બની છે.

international news brazil