અમેરિકી યુવતીને ભેટવાનો ચાર્જ છે ૩૨૦૦ રૂપિયા

06 November, 2012 05:48 AM IST  | 

અમેરિકી યુવતીને ભેટવાનો ચાર્જ છે ૩૨૦૦ રૂપિયા

જૅકી સૅમ્યુઅલ નામની ૨૯ વર્ષની આ યુવતી તેની સાથે ભેટીને સૂવા માટે ચાર્જ વસૂલે છે. તે એક કલાક આલિંગન આપવાના ૨૬૦ ડૉલર (આશરે ૩૨૦૦ રૂપિયા) લે છે. એક અઠવાડિયામાં આ રીતે તે ૩૦ વ્યક્તિઓને ભેટે છે. આ પ્રોફેશનમાં તેણે કેટલાક કડક નિયમો પણ રાખ્યા છે. જેમ કે ક્લાયન્ટ તેના ગુપ્તાંગને ટચ કરી શકશે નહીં. એટલું જ નહીં, આ મીટિંગ માત્ર ન્યુ યૉર્કમાં આવેલા તેના ઘરમાં જ થશે, એટલે કે આ યુવતી કોઈ પણ ગ્રાહકના ઘરે કે હોટેલમાં જશે નહીં. જૅકીનું કહેવું છે કે આલિંગન આપવું એ તદ્દન હેલ્થી, આધ્યાત્મિક અને આનંદદાયક બાબત છે. મારા કેટલાક ક્લાયન્ટ મારા કરતાં ઉંમરમાં મોટા છે, કેટલાક એવા છે જેમની પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે તેથી તેઓ માત્ર હૂંફ મેળવવા મારી પાસે આવે છે.