બલૂન્સ સાથે 25,000 ફીટ ઉંચાઈએ આ ભાઈ ઉડ્યો

03 September, 2020 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બલૂન્સ સાથે 25,000 ફીટ ઉંચાઈએ આ ભાઈ ઉડ્યો

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્ટંટ્સ કરતા હોય છે, તેના વીડિયો પણ વાયરલ કરતા હોય છે જેથી તેઓ ફેમસ થાય પરંતુ અમેરિકાના જાદુગર અને એક્સટ્રીમ પરફોર્મર ડેવિડ બ્લેઈન (David Blaine)એ એવો સ્ટંટ કર્યો છે જો કોઈ વિચારી પણ ન શકે અને યુટ્યુબમાં તેમના આ નવા સ્ટંટે બધા રેકોર્ડ તોડ્યા છે.

ડેવિડ બલૂન્સ દ્વારા 25,000 ફીટની ઉંચાઈ ઉપર ઉડ્યો છે. અમેરિકાના એરીઝોનામાં બુધવારે તેણે આ ખતરનાક  સ્ટંટ કર્યો હતો. આ ઉંચાઈએ પ્લેન ફ્લાય કરતા હોય છે.

આ સ્ટંટનું નામ તેણે Ascension નામ આપ્યું છે. 47 વર્ષના ડેવિડે આ સ્ટંટ કર્યા બાદ કહ્યું કે, મને આ એક જાદુ જેવુ લાગ્યું હતું. હું હવામાં વહેતો હોવ એવી ફિલિંગ આવતી હતી. આ સ્ટંટ પાછળ ડેવિડની એક ટીમ કામ કરી રહી હતી.

24,900 ફીટ ઉંચાઈ ઉપર જઈને તેમણે આ બલૂન્સ છોડ્યા અને પેરાશૂટથી તેણે લેન્ડ કર્યું હતું. આટલી ઉંચાઈ ઉપર સામાન્ય રીતે પ્લેન્સ ઉડતા હોય છે. આ પહેલા પણ ડેવિડે હાઈ રિસ્ક સ્ટંટ કર્યા છે. ટાઈમ્સ સ્ક્વેરમાં તે બે દિવસ સુધી એક બરફનો બ્લૉકમાં રહ્યો હતો. લગભગ 63 કલાક સુધી તે આ બરફના બ્લૉક અંદર હતા.

ડેવિડ આ બલૂન્સવાળો સ્ટંટ લાઈવસ્ટ્રીમ કર્યું હતું. યુટ્યુબમાં કોઈ લાઈવ વીડિયોમાં સૌથી વધુ વ્યૂ આ વીડિયોને મળ્યા છે. 7.70 લાખ વ્યૂર્સ આ લાઈવ વીડિયોના થયા હતા.

international news viral videos youtube