વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ સ્ટુડન્ટ્સ ચોરી કરીને પાસ થાય છે

01 September, 2012 09:56 AM IST  | 

વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ સ્ટુડન્ટ્સ ચોરી કરીને પાસ થાય છે

 

અન્ડર-ગ્રૅજ્યુએટ એજ્યુકેશનના ડીન જે. હૅરિસે તેમની નોટમાં સ્ટુડન્ટ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં ગયા વર્ષે યોજાયેલી એક્ઝામના રિવ્યુમાં જાણ થઈ હતી કે કુલ ૨૭૯ સ્ટુડન્ટ્સમાંથી અડધા સ્ટુડન્ટ્સે ગ્રુપ બનાવીને પ્રશ્નોના ઉત્તર એકબીજાને વહેંચ્યા હતા. હૅરિસે કહ્યું હતું કે યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય શૈક્ષણિક અપ્રામાણિકતાની આટલી મોટી ઘટના નોંધાઈ નથી. ગયા સપ્ટેમ્બરમાં ર્કોસ ભણાવી રહેલા ફૅકલ્ટીએ અનેક સ્ટુડન્ટના જવાબો એકસરખા હોવાનું નોંધ્યું હતું. એ પછી તેમણે ડીન જે. હૅરિસનું આ બાબતે ધ્યાન દોર્યું હતું.